ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, સ્લોવેનિયામાં મંકીપોક્સનો પગપેસારો

| Updated: May 25, 2022 12:07 pm

ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા અને સ્લોવેનિયામાં મંકીપોક્સના કેસ નોંધાયા છે, એમ આરોગ્ય અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. ચેક સોસાયટી ફોર ઇન્ફેક્શસ ડિસીજીસના વડા પાવેલ ડલૂહીના જણાવ્યા અનુસાર, ચેક રિપબ્લિકનાં પ્રાગની મિલિટરી યુનિવર્સિટી હોસ્પિટલના એક વ્યકિતમાં આ રોગ જોવા મળ્યો હતો.

ડલૂહીએ એએફપીને જણાવ્યું હતું કે, અમે ઘણા દિવસોથી મંકીપોક્સ દેખાશે તેમ માનતા હતા.ચેક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મે મહિનાની શરૂઆતમાં બેલ્જિયમના એન્ટવર્પમાં મ્યુઝિક ફેસ્ટિવલમાંથી પાછા ફર્યા બાદ બિમાર પડેલા ચેક વ્યકિતમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા હતા.

ઓસ્ટ્રિયામાં તાવ સહિત મંકીપોક્સના લક્ષણો સાથે રવિવારે વિયેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા એક વ્યક્તિને આ બિમારી હોવાની પુષ્ટિ થઈ છે, તેમ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્લોવેનિયામાં, કેનેરી ટાપુઓથી પાછા ફર્યા બાદ એક વ્યક્તિને પણ મંકીપોક્સ થયો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં, બ્રિટન, ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોમાં આ દુર્લભ વાયરસના કેસ નોંધાયા છે, જે આફ્રિકાના કેટલાક ભાગોમાં સ્થાનિક છે.જો કે, તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રોગ વ્યાપકપણે ફેલાય તેવું જોખમ ઓછું છે.

Your email address will not be published.