ગુજરાતમાં ફરી જામ્યું ચોમાસુ, આ તારીખથી વધશે વરસાદનું જોર

| Updated: August 3, 2022 12:16 pm

હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે કાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.કાલે અમરેલી ઉપલેટામાં પણ વરસાદ જોવા મળ્યો હતો.અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનૂસાર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે અને તે મુજબ કાલે પણ પડ્યો હતો અને આજે પણ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.4 તારીખે કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે.6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે પરંતુ આમ છતા અતિ ભારે વરસાદની આગાહી નથી.

મોડાસામાં પણ કાલ બોપર પછી વરસાદ પડ્યો હતો.અમરેલીમાં પણ વરસાદ પડ્યો હતો અમરેલીમાં સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું.સુરતમાં પણ વરસાદ પડ્યો હતો આ સાથે સુરતની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરમાં ઠંડક જોવા મળી હતી.

હજુ પણ ગુજરાતમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.પરંતુ હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી.જો હવે ભારે વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીંતી સેવાઇ રહી છે.જેના કારણે હવે ખેડૂતોને એક બાજુ ચિંતા છે તો બીજી બાજુ ખુશી છે કે ભારે વરસાદના કારણે દરેક જળાશયો ભરપુર ભરાઇ ગયા છે જેના કારણે ખેડૂતોને શિયાળું પાક માટે લાભ થશે

Your email address will not be published.