સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂઃ પેટ્રોલના ભાવ, વેક્સિનની અછતનો મુદ્દો ગાજશે

| Updated: July 18, 2021 5:02 pm

સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનું આ સત્ર અનેક મુદ્દાઓના કારણે ધમાલભર્યું રહે તેવી શક્યતા છે. આ સત્રમાં વિરોધપક્ષો મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, કોરોનાની વેક્સિનની અછત, રાફેલ સોદો, રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે.

રવિવારે તમામ પક્ષોની બેઠક મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિપક્ષના સૂચન મહત્ત્વપૂર્ણ હોય છે. સરકાર નિયમ પ્રમાણે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. સર્વદળીય બેઠકમાં 33 પક્ષોના લોકસભાના નેતાઓએ હાજરી આપી હતી. સરકાર સંસદનું ચોમાસુ સત્ર શાંતિથી પસાર થાય તે માટે વિપક્ષોનો સહયોગ માંગી રહી છે.
સરકાર આ સત્રમાં ત્રણ વટહુકમ સહિત 23 કાયદા પસાર કરાવવા માંગે છે જેમાંથી 17 નવા ખરડા છે.

Your email address will not be published.