અમરનાથ યાત્રા માટે J&K બેંક કાઉન્ટર દ્વારા 20,000થી વધુ શ્રદ્ધાળુઓએ કરાવી નોંધણી

| Updated: April 28, 2022 8:58 am

નોંધણી શરૂ થઈ ત્યારથી બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં J&K બેંક કાઉન્ટર દ્વારા વાર્ષિક અમરનાથ યાત્રા માટે 20,000થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.

તારીખ 30 જૂનથી 11 ઓગસ્ટ સુધી નીકળનારી આ યાત્રા બે વર્ષના ગાળા બાદ યોજાઈ રહી છે. ત્યારે J&K બેંક દ્વારા 11 એપ્રિલના રોજ નોંધણીઓ શરૂ કરાઇ અને ત્યારથી માત્ર 13 કાર્યકારી દિવસોમાં દેશભરમાંથી 20,599 ભક્તોએ નોંધણી કરાવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાના બે વર્ષ પછી યાત્રા ફરી શરૂ થઈ રહી હોવાથી, અમે આ વર્ષે શ્રી અમરનાથજી ગુફાની મુલાકાત લેતા યાત્રિકોની સંખ્યામાં સારી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમને એ જોઈને આનંદ થાય છે કે, દેશભરમાં નિયુક્ત તેમના બિઝનેસ યુનિટ્સમાં, તેમની સહાયતા માટે સ્થાપિત કાઉન્ટર્સ દ્વારા તેમની સરળ નોંધણીની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ બેંક દ્વારા યાત્રા દરમિયાન યાત્રાળુઓને પાયાની બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે યાત્રાના રૂટ પર બે વિશેષ કાઉન્ટર, ચાર એટીએમ અને બે માઇક્રો-એટીએમ પણ મૂકવામાં આવ્યા છે.

Your email address will not be published.