આમ આદમી પાર્ટીના 6988 થી વધારે કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં દેશસેવા માટે શપથ લીધી

| Updated: July 3, 2022 9:12 pm

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધી હતી. તેઓએ જણાવ્યું કે દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક ઉપલબ્ધ છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીયે છીએ. પંજાબમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી બીજેપી ડેલીગેશનને દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ જંગી સભા સંબોધતા કહ્યું કે, આજે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ ફક્ત આમ આદમી પાર્ટીની શપથ નહીં લે પરંતુ દેશ સેવાની શપથ લેશે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે.

ગુજરાતમાં દશકોથી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર મૌજુદ છે. હજુ તો આવતા 1 મહિનામાં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે.

આજે બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે,જ્યારે આમ આદમી પાર્ટી માં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપ ના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જોડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે.

આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને સજ્જન લોકોની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કેવા શાનદાર કામ કર્યા છે. દિલ્હીમાં વીજળી મફત કરી દેવામાં આવી છે અને 24 કલાક વીજળી ઉપલબ્ધ છે. દેશની સૌથી સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો આજે દિલ્હીમાં ઉપલબ્ધ છે.

ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ ઉમ્મીદ નથી. ગઈ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો અને તેમના ધારાસભ્યો પૈસા લઈને ભાજપમાં જતા રહ્યા. આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ વોટ ન મળે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે, પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. જો આ બે વાતનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જરૂર સરકાર બનાવશે.

ગુજરાતના એક પત્રકારે આમ આદમી પાર્ટીના કામોની પોલ ખોલવા માટે દિલ્હીની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જઈને દિલ્હીની સરકારી સ્કૂલો જોઈ, સરકારી હોસ્પિટલો જોઈ અને દિલ્હીના લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ માની લીધું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે ઘણું કામ કર્યું છે. આમ આદમી પાર્ટીની સરકાર બની તો દિલ્હીમાં જેવી સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ છે એવી બધી જ સુવિધાઓ ગુજરાતમાં પણ જનતા માટે ઉપલબ્ધ થશે.

ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપાના એક પ્રતિનિધિમંડળને દિલ્હી મોકલ્યું. ભાજપાનું પ્રતિનિધિમંડળ આમ આદમી પાર્ટીના કામોમાં ખામીઓ કાઢવા માટે દિલ્હી આવ્યું હતું પરંતુ બે દિવસના ધક્કા ખાધા બાદ પણ તે લોકોને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરેલા કામોમાં કોઇ ખામી ના દેખાઈ. જો ભાજપના પ્રતિનિધિઓએ અમારી કોઇ ખામી કાઢી હોત તો અમે અમારી ખામી દૂર કરવા માટે મહેનત ચાલુ કરી દેતા પરંતુ તેમને કોઈપણ પ્રકારની ખામી દેખાઈ નહીં. અમારી પોલ ખોલવાના ઉદેશ્યથી ભાજપાના પ્રતિનિધિમંડળ એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ કોઈ ખામી ન નીકળતા એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ રદ કરી.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે કહ્યું કે, ભાજપ એમ કહે છે કે એમના પાસે પેજ પ્રમુખો સુધીનું સંગઠન છે પરંતુ હું દાવા સાથે કહું છું કે આ બહુ મોટું જૂઠ છે. આજે ભાજપ આમ આદમી પાર્ટીના વિશાળ સંગઠનથી ડરી ગયું છે એટલા માટે જ આપણા કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી રહી છે અને આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી રહી છે, પણ હવે થી ‘આપ’ કાર્યકર્તા માર નહિ ખાય. કારણ કે જનતા આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના સમર્થનમાં ઉભી છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ શપથ ગ્રહણ સમારોહને સંબોધતા કહ્યું કે, ભાજપના નેતા હવે એટલા ડરી ગયા છે કે તેમને સપનામાં હવે કેજરીવાલ આવે છે. ભાજપ તેમના ઈશારે આમ આદમી પાર્ટીના દરેક જન આંદોલનમાં કાર્યકર્તાઓની અટકાયત કરાવે છે. પરંતુ આમ આદમી પાર્ટીની ઈમાનદારી ક્યારેય ઝૂકી નથી કે ના ક્યારેય ઝુકશે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ સમારોહને સંબોધતા કહ્યું કે, આજે જ્યારે શપથ લઈને અહીંથી આમ આદમી પાર્ટીના 7500 થી વધારે કાર્યકર્તાઓ બહાર જશે ત્યારે તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ હોય પરંતુ પોતે અરવિંદ કેજરીવાલ બનીને બહાર નીકળશે. આપણે બધા એ કેજરીવાલ જી જેવું કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ બનવાનું છે જે હંમેશા જનસેવા માટે અગ્રેસર હોય.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શપથ ગ્રહણ સમારોહને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાએ કેજરીવાલના વિચારોને સ્વીકૃત કરીને ચાલવાનું છે. તો જ આપણે ગુજરાતને ભ્રષ્ટાચારી ભાજપથી આઝાદ કરાવી શકશું. જનતાને કોઈ પણ પ્રકારના દબાણમાંથી મુક્ત કરીને આમ આદમી પાર્ટીની જનસેવા વિશે જણાવવાનું છે. આમ આદમી પાર્ટીએ ક્યારેય હાર માની નથી અને તે ક્યારેય માનશે પણ નહિ.

આમ આદમી પાર્ટીના નવનિયુક્ત 6988 થી વધારે હોદ્દેદારોના શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય કિશોર દેસાઈ, મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.

Your email address will not be published.