22.05 કરોડ અરજીઓ સામે માત્ર 7.22 લાખને નોકરી, દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડથી વધુ વસુલાયા

| Updated: July 27, 2022 8:45 pm

કેન્દ્ર સરકાર દ્વારા આઠ વર્ષમાં વિવિધ સરકારી નોકરીઓ માટે 22.05 કરોડ અરજી કરતા પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડથી વધુની રકમ વસુલવામાં આવી છે. માત્ર 7,22,311 ને જ નોકરી ઉપલબ્ધ થઈ છે. ત્યારે દેશમાં બેરોજગાર યુવાનો પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરતી ભાજપા સરકારની નીતિ અને નિયત પર ગુજરાત કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ આકરા પ્રહારો કર્યા હતા.

ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, 2014માં લોકસભાની ચૂંટણીની જાહેર સભામાં અને ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં પણ દર વર્ષે બે કરોડ રોજગાર સર્જન – નોકરીનું વચન મુજબ આઠ વર્ષમાં ૧૬ કરોડ રોજગાર મળવા જોઈએ જેનાથી ઉલટુ આઠ કરોડ થી વધુ લોકોના રોજગાર-નોકરીઓ છીનવાઈ ગઈ હોવાનું ભારત સરકારની વિવિધ સંસ્થા સી.એમ.આઈ.ઈ. તથા લેબરફોર્સના આંકડા જણાવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સરકારી ભરતી અંગે જે લોકસભામાં વિગતો સામે આવી છે તે ઘણી જ ચિંતાજનક છે.

કેન્દ્ર સરકારના જાહેર સાહસોમાં મોટા ભાગની ભરતી બંધ કરી દેવામાં આવી છે. અનેક જાહેર એકમો જેવા કે, એરપોર્ટ, બંદર, વિજ એકમો સહિત ખાનગીકરણ કરવામાં આવે છે અથવા તો ખાનગી ઉદ્યોગ ગૃહોને સોંપી દેવામાં આવતા સરકારી નોકરીઓની તકો દેશના યુવાનોના હાથમાંથી છીનવાઈ રહી છે.

દેશમાં બેરોજગારી સામે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ભરતી અંગેના એક સવાલના જવાબમાં લોકસભામાં કેન્દ્ર સરકારે આંકડા આપ્યા છે જેમાં બેરોજગારી અંગે બિહામણું ચિત્ર સામે આવી રહ્યું છે. વર્ષ 2014-15થી 2021-22ના આઠ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિવિધ જગ્યાઓની ભરતી માટે સરકારને કુલ 22.05 કરોડ અરજીઓ એટલે કે દેશની વસતીના છટ્ઠા ભાગના લોકોએ અરજી કરી હોવાનું સરકારે જણાવ્યું હતું અને તેની સામે આ આઠ વર્ષમાં સરકારે કુલ 7.22 લાખ લોકોને નોકરી આપી છે. આ આંકડા દર્શાવે છે કે નોકરીની સામે અરજદારની સંખ્યા ત્રણસોથી ચારસો ગણી છે!

ગુજરાતમાં વિવિધ સરકારી ભરતીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, પેપરલીંક જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. સરકારી વિભાગની ભરતી જાહેર થાય, તુરત જ દસ લાખથી પચ્ચીસ લાખનો ભાવ ટેન્ડરની જેમ એજન્ટો ફરતા થાય છે. પંચાયત પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ કે પછી ગુજરાત જાહેર સેવા આયોગની અનેક ગેરરીતિ, ભ્રષ્ટાચાર, પેપર ફૂટવાની, મેરીટની ગોલમાલ અનેક વખત સામે આવી છે. ભરતી, ભ્રષ્ટાચાર અને ભાજપ સાથે ચાલી રહ્યું છે જેનો ભોગ ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના યુવાનો વારંવાર બની રહ્યાં છે.

વર્ષકુલ અરજીમળેલી નોકરીનોકરી સામે અરજીનું પ્રમાણ
2014-152,32,22,0831,30,423178  ગણું
2015-162,95,51,8441,11,807264 ગણું
2016-172,28,99,6121,01,333226 ગણું
2016-183,96,76,87876,147521 ગણું
2018-195,09,36,49738,1001336 ગણું
2019-201,78,39,7521,47,096121 ગણું
2020-211,80,01,46978,555229 ગણું
2021-221,86,71,12138,850480 ગણું
કુલ22,05,99,2387,22,311305 ગણું

Your email address will not be published.