રાજકોટમાં દિકરાના લગ્નમાં ચાલી રહેલા દાંડિયારાસ બાદ માતાને અચાનક શ્વાસ ચઢ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, મોડી રાત્રે માતાએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચાંદખેડામાં રહેતા લત્તાબેનના દીકરા દિપકના આજે લગ્ન રાજકોટમાં કરવામાં આવ્યા હતા. લગ્નની એક રાત પહેલા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા રમતીવેળા દિપકની માતા લતાબેનને શ્વાસ ચઢ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, તેઓનું ટુંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
મૃત્યુ પામનાર મહિલાને એક દિકરો અને એક દીકરી છે. રાજકોટમાં જ સાસરે હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવથી સાપરિયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ભક્તિનગર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(પ્રતિકાત્મક તસવીર)