ગુજરાતમાં શિક્ષણનું સ્તર નબળું છે, નબળું છે, નબળું છે : સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી વિવાદ

| Updated: October 22, 2021 10:20 pm

સાંસદ મનસુખ વસાવાએ તેમના જાહેર કાર્યક્રમમાં આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. નર્મદા જીલ્લામાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં તેમણે શિક્ષણના સ્તરને લઈને કર્યું હતું કે ગુજરાતના શિક્ષણનું સ્તર નબળું છે, નબળું છે, નબળું છે.

સાંસદ મનસુખ વસાવા નર્મદા જીલ્લામાં આવેલ જીતગઢ ખાતે કરજણ સિંચાઈની કેનાલના રીનોવેશનના ખાતમુહૂર્ત પ્રસંગે પહોચ્યા હતા. જ્યાં રાજ્યના શિક્ષણને લઈને મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણનું સ્તર નબળું ગણાવી વિપક્ષને સામેથી ઘેરવાનો મોકો આપી દીધો છે. શિક્ષણનું મહત્વ સમજાવવા જતા શિક્ષણને નબળું ગણાવી દેતા સરકારના દાવાઓ કેટલા સાચા છે તેના પર સવાલ ઉઠ્યા છે.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે “ગુજરાતનુ શિક્ષણ નબળું છે, નબળું છે અને નબળું છે, આપણે એને સરકારે સ્વીકારવું પડશે. યુપી, બિહાર અને અન્ય રાજ્યોમાંથી યુવાનો IAS અને IPSની પરીક્ષા પાસ કરી રહ્યાં છે, ગુજરાતમાંથી કેમ નહિ. કહ્યું કે હું સરકારની ટીકા-ટિપ્પણી નથી કરતો, સરકારનો જ એક ભાગ છું હું, પણ જે હકીકત હોય તે કહેવું પડે. આ સાથે જ કરજણ જળાશય યોજનાની નહેરોના સમારકામને લઈને પણ સ્પષ્ટતા કરી હતી.

Your email address will not be published. Required fields are marked *