મુકેશ અંબાણી વોલ્ટન ફેમિલીની જેમ રિલાયન્સ સામ્રાજ્યને તેમનાં વારસોને સોંપવા માગે છે

| Updated: November 25, 2021 9:41 pm

“જર, જમીન અને જોરું એ ત્રણ કજિયાના છોરું”. આ કહેવત ગુજરાતી એવા અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ન સાંભળી હોય તો જ નવાઇ. પિતા ધીરુભાઇ અંબાણીના અવસાન બાદ ભાઇ અનિલ અંબાણી સાથે રિલાયન્સના સામ્રાજ્યનાં હિસ્સા અને સત્તા માટે થયેલાં વિવાદનું પુનરાવર્તન તેમના પરિવારમાં થાય તેમ તેઓ ઇચ્છતાં નથી. તેથી 64 વર્ષીય મુકેશ અંબાણી વોલમાર્ટ ઇન્ક.ના વોલ્ટન પરિવારની જેમ તેમનાં 208 અબજ ડોલરના સામ્રાજ્ય માટે એવી બ્લુ પ્રિન્ટ બનાવી રહ્યા છે કે જેથી ભવિષ્યમાં તેમનાં વારસોમાં કોઇ ઝઘડાં ન થાય.

મુકેશ અંબાણીએ કોઇ વિવાદ વિના સંપત્તિ કેવી રીતે આગળની પેઢીને આપી શકાય તેના માટે વર્ષોથી વોલ્ટન્સથી લઈને કોચ સુધીના અબજોપતિ પરિવારોનો અભ્યાસ કર્યો છે.સંપત્તિના વિવાદે અનેક શ્રીમંત પરિવારોને વેરવિખેર કર્યા છે જેનો અનુભવ તેમણે પોતે પણ કર્યો છે. આ બાબતથી જાણકાર લોકો કહે છે કે મુકેશ અંબાણી તેમના પરિવારનાં હોલ્ડિંગ્સને ટ્રસ્ટ જેવા માળખામાં ફેરવવાની વિચારણા કરી રહ્યા છે જે ફ્લેગશિપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સંચાલન કરશે.

અંબાણી, તેમની પત્ની નીતા અને ત્રણ સંતાનોનો રિલાયન્સની દેખરેખ રાખતાં માળખાંમાં હિસ્સો હશે અને સલાહકાર તરીકે અંબાણીના વર્ષો જુના વિશ્વાસુ લોકો બોર્ડમાં રહેશે.જોકે, મેનેજમેન્ટ મોટા ભાગે બહારના પ્રોફેશનલ્સને સોંપવામાં આવશે, જેઓ ટેલિકોમ્યુનિકેશન, ઇ-કોમર્સ અને ગ્રીન એનર્જી, ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ સહિતના રિલાયન્સનો રોજ બરોજનો બિઝનેસ સંભાળશે.

એશિયાના અનેક અબજોપતિઓ ઉંમર વધવાની સાથે તેમની સંપત્તિ આગામી પેઢીને ટ્રાન્સફર કેવી રીતે કરવી તેની ગડમથલમાં છે.ક્રેડિટ સુસે ગ્રુપ ઓજીના જણાવ્યા મુજબ એશિયાના અબજોપતિઓની લગભગ 1.3 ટ્રિલિયન ડોલરની સંપત્તિ આગામી દાયકામાં તેની બીજી પેઢીના વારસોને સોંપવાની થશે. ક્રેડિટ સુઇસ દ્વારા દુનિયાની 1,000થી વધુ પરિવારની માલિકીની પબ્લિક લિમિટેડ કંપનીઓની જાણકારી મેળવાઇ હતી તેની માર્કેટ વેલ્યું આશરે 5.8 ટ્રિલિયન ડોલર છે. ભારતની આવી કંપનીઓની માર્કેટ વેલ્યું 1.5 ટ્રિલિયન ડોલર છે. જે છેલ્લા 10 વર્ષમાં મુક્ત અર્થતંત્રના કારણે વધી છે.

હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ટેનોટો સેન્ટર ફોર એશિયન ફેમિલી બિઝનેસ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપસ્ટડીઝના ડાયરેક્ટર વિની કિયાન પેંગ કહે છે કે, એશિયાની સૌથી ધનિક વ્યક્તિ પારિવારિક સંપત્તિ અને સત્તા કેવી રીતે ટ્રાન્સફર કરે છે તે બીજાને પણ પ્રેરણા આપી શકે છે. અંબાણી એશિયાનો સૌથી શ્રીમંત પરિવાર છે અને તે શું કરશે તે લોકો ચોક્કસ જોશે.

94 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા મુકેશ અંબાણી હજુ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી એમ કેટલાક લોકોએ જણાવ્યું હતું. રિલાયન્સ અને અંબાણીના પ્રતિનિધિઓએ 27 ઓક્ટોબરે આ અંગે મોકલવામાં આવેલા ઇમેઇલનો જવાબ આપ્યો ન હતો, આ ઉપરાંત બ્લૂમબર્ગ ન્યૂઝના અનેક ફોલો-અપ ફોન કોલ્સનો પણ જવાબ આપ્યો ન હતો.

અંબાણીએ રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની જવાબદારી છોડવાની કોઈ વાત જાહેરમાં કરી નથી, પરંતુ તેમના સંતાનો હવે વધુ જોવા મળે છે.ગત જૂનમાં શેરધારકોને સંબોધતા અંબાણીએ પ્રથમ સંકેત આપ્યો હતો કે તેમના સંતાનો – 30 વર્ષીય આકાશ અને ઇશા અને 26 વર્ષીય અનંત રિલાયન્સમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
1992માં સ્થાપક સેમ વોલ્ટનના મૃત્યુ પછી વોલમાર્ટ પરિવારને જે રીતે સંચાલન સોંપાયું તે દિશામાં મુકેશ અંબાણી વિચારી શકે છે તેમ કેટલાક જાણકાર લોકોએ જણાવ્યું હતું.

શ્રીમંત પરિવારો જેમ કે હર્મેસ ફેશન એમ્પાયરના વાડુમસ પરિવારના વારસદારો, અથવા ગ્રાહક-ઉત્પાદનોની વિશાળ કંપની S.C. Johnson & Son Inc.ના જ્હોન્સન, તેમના બિઝનેસના રોજબરોજના સંચાલનમાં સંબંધીઓને રાખવાની કોશિષ કરે છે. પરંતુ વિશ્વના સૌથી ધનાઢ્ય પરિવાર વોલ્ટનની વાત કરી એ તો-જ્યારે ડેવિડ ગ્લાસે સેમ વોલ્ટન પાસેથી સીઇઓની ભૂમિકા સંભાળી ત્યારથી એટલે કે 1988 થી યુ.એસ. રિટેલ બેહેમથને આઉટસોર્સિંગ કરીને મેનેજરો દ્વારા ચલાવવામાં આવે છે જ્યારે વોલ્ટન પરિવારના સભ્યો માત્ર બોર્ડ લેવલે દેખરેખ રાખે છે.
સેમનો મોટો પુત્ર રોબ વોલ્ટન અને તેનો ભત્રીજો સ્ટેયુઆર્ટ વોલ્ટન વોલમાર્ટના બોર્ડમાં છે.

સેમની પૌત્રીનાં પતિ ગ્રેગ પેનર 2015માં અર્કાન્સાસ સ્થિત બેન્ટનવિલે, કંપનીના ચેરમેન બન્યા હતા.તેના કારણે પરિવારનાં હિતોને અન્ય શેરધારકો કરતાંવધુ મહત્વ અપાતું હોવાની ટીકા થઇ હતી. આ એવું મોડેલ છે જે કુટુંબને કેન્દ્રમાં રાખે છે પરંતુ મેનેજમેન્ટને પ્રતિનિધિત્વ આપે છે અને મુકેશ અંબાણી આવા કોઇ મોડલ પર વિચાર કરી રહ્યાં.

Your email address will not be published. Required fields are marked *