રાજ્યમંત્રી મુકેશ પટેલ યાત્રાધામ અંબાજીની મુલાકાતે

| Updated: October 12, 2021 3:29 pm

કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલે આજે યાત્રાધામ અંબાજીની સહપરીવાર મુલાકાત લીધી હતી. મંત્રી મુકેશ પટેલે સાતમા નોરતાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના અને આરતી કરી હતી. મંત્રીએ વહેલી સવારની મંગળા આરતીમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ તેમણે અંબિકેશ્વર મહાદેવ અને ભૈરવજીના દર્શન પણ કર્યા હતા. અંબાજી મંદિર પરિસરમાં આવેલી માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રંનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે લોકોની સેવા માટે નરેન્દ્ર મોદીને માતાજી ખૂબ શક્તિ આપે તથા આપણે સૌ આ કોરોનામાંથી જલ્દી બહાર આવીએ અને કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તે માટે માતાજીને પ્રાર્થના કરી છે.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મંત્રી મુકેશ પટેલને માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીની સાથે અમદાવાદ-ખાડીયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

( અહેવાલ : હિરાગર વિનોદ )

Your email address will not be published. Required fields are marked *