મુંબઈ અતિભારે વરસાદ, BMCએ આપી આ સુચના

| Updated: July 5, 2022 12:58 pm

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી આખો દેશ કવર જોવા મળી રહ્યો છે.મુંબઇમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.હજુ પણ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મુંબઈ,દિલ્હી,મધ્યપ્રદેશ,હિમાચલ, રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દિલ્હીમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.વધુ વરસાદના કારણે જનજીવને પણ અસર જોવા મળી રહી છે.મુંબઇના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે ટ્રાન્સપોર્ટ પર પણ અસર જોવા મળી રહી છે.BMC દ્રારા પણ લોકોને કામ વગર ધરથી બહાર નિકળવાની મનાઇ કરવામાં આવી છે.કેમકે બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી

મંગળવારના એટલે કે આજના અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની (Rain)આગાહી કરવામાં આવી છે.5 જુલાઇના રાજકોટની સાથે જામનગર, અમરેલીમાં વરસાદ ભારેથી અતિભારે થઇ શકે છે.આની સાથે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથમા પણ ભારે વરસાદ પડી શકે છે.માછીમારો દરિયો ખેડવાની મનાઇ કરવામાં આવી છે.શક્યતા એ પણ છે કે પણ પવન પણ ફુંકાઇ શકે છે.વરસાદ (Rain)આવતાની સાથે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્રારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ તે પ્રમાણે વાવણી થઇ ન હતી.પરંતુ આખરે મેઘરાજાનું ધમાકેદાર આગમન થતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે.સોમવારે 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સાબરકાંઠાના વડાલી, મહેસાણાના સતલાસણમાં, મહિસાગરના વીરપુરમાં વરસાદ વધારે જોવા મળ્યો હતો.

Your email address will not be published.