ટપુ સાથેના અફેરની અફવાથી બબિતાજી ગુસ્સે ભરાયાઃ ભારતની દીકરી કહેવડાવતા શરમ આવે છે

| Updated: September 13, 2021 2:50 pm

તારક મહેતા કા ઊલટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા અને અભિનેતા રાજ અનડકટ ડેટ કરી રહ્યા હોવાના અહેવાલોએ થોડા દિવસો પહેલા જ વેગ પકડયું હતું. આ તમામ અહેવાલોને લઈને મુનમુન દત્તાએ રવિવારના રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે સ્લટ શેમિંગ અને એજ શેમીંગ કરવા વિરુદ્ધ વાત કરી હતી.

મુનમુન દત્તાએ બે નોટ લખી હતી, એક ટ્રોલ કરનાર માટે અને એક મીડિયા વર્ગ માટે; જેમાં તેમણે લખ્યું કે તેમને પોતાને ભારતની દીકરી કહેવામાં શરમ આવે છે. તેણે આગળ કહ્યું કે રિપોર્ટ પ્રકાશિત કરનાર અને બધા જ મીડિયાવાળા અને ટ્રોલ્સ દ્વારા તેમને માનસિક પીડા આપવામાં આવી છે.

આગલ તેણે લખ્યું કે તેમને જનતા પાસેથી વધુ સારી ઉમ્મીદ હતી, પરંતુ લોકોએ ટિપ્પણીઓમાં જે રીતે ગંદી વાતો લખી છે, તે સાબિત કરે છે કે આપણો સમાજ કેટલો પછાત છે.

તેણે આગળ કહ્યું કે મહિલાઓને સતત એજ શેમિંગ તથા સ્લટ શેમિંગ કરીને શરમાવવામાં આવે છે, જેને લોકો હાસ્યનો વિષય બનાવે છે. મુનમુને નોટ માં લખ્યું છે કે “લોકોનું મનોરંજન કરવામાં 13 વર્ષ લાગ્યા અને મારી ગરિમાને છિન્ન ભિન્ન કરવામાં ફકત 13 મિનિટ લાગી.”

તેમણે પોતાની પોસ્ટમાં અંતે લખ્યું કે તેમને પોતાને ભારતની દીકરી કહેવામાં પણ શરમ આવે છે.

Your email address will not be published. Required fields are marked *