ભુજમાં દીકરાની સ્કૂલની ફી ભરવા મુંબઈના જૈન વેપારીની હત્યા

| Updated: May 23, 2022 3:20 pm

ભુજઃ મુંબઈના જૈન વેપારીની હત્યા તેના ભુજમાં આવેલા વતન ખાતે હત્યા કરવામાં આવી હતી, આ હત્યા કોઈ ધંધાકીય અદાવતમાં નહી પણ ફક્ત દીકરાની સ્કૂલની ફી ભરવા માટે ભુજના મુંદ્રાના વડાલા ગામની વ્યક્તિએ કરી હતી.

પોલીસને મુંદ્રા તાલુકાના વડાલા ગામ ખાતે 26 એપ્રિલે જૈન આધેડનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં તેમની હત્યા થયું હોવાનું તારણ આવ્યું હતું. હવે આ જૈન આધેડને કોઈની સાથે દુશ્મની ન હોવાના લીધે તેમનો કેસ ઉકેલવો અઘરો લાગતો હતો.

આ હત્યાનો ભેદ ઉકેલવા મુંદ્રા મરીન પોલીસે ભુજ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની વિવિધ ટુકડીઓ તપાસ માટે મેદાનમાં ઉતારી હતી. છેવટે પોલીસે બેન્કમાં મૂકાયેલા દાગીનાની કડી મળતા તેના આધારે કેસ ઉકેલ્યો હતો. આ કેસમાં પકડાયેલા વ્યક્તિએ કબૂલાત કરી છે કે તેના દીકરાની સ્કૂલની ફી ભરવા માટે તેણે આ જૈન આધેડની હત્યા કરી હતી.

મુંબઈના મુલુંડમાં રહેતા જૈન આધેડ મનસુખભાઈ માવજીભાઈ સતરાની કોઈ અજાણ્યા શખ્સે શરીર પર મોટો ઘા મારી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે ભુજમાં રહેતા મૃતકના સાઢુભાઈ મુકેશ મૂળજીભાઈ છેડાએ મુંદ્રા મરીન પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો.

તપાસ દરમિયાન મૃતકના પત્નીએ પોલીસમાં જણાવ્યું હતું કે મનજીભાઈએ 1.20 લાખનની સોનાની ત્રણ તોલાની પોચી, 1.60 લાખની સોનાની હાંસબાઈ માતાજીના ફોટાવાળી લોકેટની ચેઇન પહેરી હતી, જેની લૂંટ થઈ છે. આ હત્યાના પગલે જૈન સમાજમાં ભય અને ડરનો માહોલ ફેલાતા આઇજી જે આર મથાલિયા અને પોલીસ વડા સૌરભસિંઘના નેજા હેઠળ ગુનો ઉકેલવાના પ્રયત્નો આદર્યા હતા. તેમા બનાવ સ્થળની આસપાસનો વિસ્તાર, અવાવર જગ્યા, કૂવા અને સીસીટીવી ફૂટેજ તપાસમાં આવ્યા હતા. આ સિવાય ગામવાળાની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

પોલીસને આ તપાસમાં કોઈ નક્કર કડી મળી ન હતી. તપાસ દરમિયાન પીએસઆઇ ગિરીશભાઈ બણિયાને બાતમી મળી કે લૂંટાયેલી સોનાની પોચી વડાલા ગામના વાલા નાગશી ગઢવીએ મુદ્રાની ફેડ બેન્કમાં મૂકીને લોન લીધી છે. બેન્કમાં તપાસ કરાતા 26 તારીખે બપોરે બેન્કમાં બ્રેસલેટ જમા કરાવી 1.10 લાખની ગોલ્ડ લોન અપાઈ હતી. તેની સાથે જૂની લોનના 18,000 રૂપિયા વ્યાજ સાથે ભરપાઈ કરવામાં આવ્યા હતા. પોલીસે તેના પગલે વાલા નાગશી ગઢવીની પૂછપરછ હાથ ધરી હતી. કડક પૂછપરછ દરમિયાન ગઢવી ભાંગી પડ્યો હતો અને તેણે ગુનો કબૂલી લીધો હતો.

વાલા ગઢવીએ કરેલી કબૂલાતથી પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. ગઢવીને તેના સંતાનના અભ્યાસ માટે ફી ભરવાની તાતી જરૂરિયાત હતી, હવે તેણે મનુસખભાઈને સોનાની ચેઇન પહેરીને જોયા ત્યારે જ તેમની હત્યા કરવાનો નિશ્ચય કરી લીધો હતો. તેથી તેમને સસ્તામાં જમીનની લાલચ અપાવી વડાલાથી પાવડિયા રોડ પર લઈ ગયા બાદ તેમની ત્યાં હત્યા કરી દીધી હતી. સવારે લગભગ સાડા અગિયાર વાગ્યામાં છરાના બાર ઘાર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.

Your email address will not be published.