સુરતના રાંદેરમાં ગત મોડી રાત્રે એક ફાઇનાન્સરને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જોવા મળી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્ય પ્રમાણે, સલીમ ખલીલ નામના યુવકની ગઈકાલ મોડીરાત્રે હત્યા થઈ હતી જેની તપાસ શરૂ કરવામાં આવી છે. સલીમ ખલીલ ફાઇનાન્સ અને શાકભાજીના ધંધા સાથે સંકળાયેલો હતો. તેના મિત્રને હાલ સારવાર આપવામાં આવી રહી છે. જેના જણાવ્યા પ્રમાણે રવિ, અજય અને રફીક નામના યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ હત્યા પાછળ આર્થિક કારણો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે.
ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ કરતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સલીમ ખલીલમાના મિત્રએ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓના નામ પોલીસને આપ્યા હતા. જેને આધારે રાંદેર પોલીસ દ્વારા ત્રણેય યુવકોની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં દિવસે દિવસે ક્રાઈમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ શહેરના પોશ વિસ્તાર એવા 33 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરણીતાના પરિવારજનોનો આરોપ લગાવ્યો હતો કે દીકરીને મારવામાં આવી છે. પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા ચાર વર્ષથી પુત્રીને દહેજમાં હેરાન-પરેશાન કરતા હતા. તેને કારણે મારી પુત્રીએ મંગળવારે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો છે