જુહાપુરામાં એક વખતના ખાસ મિત્રો ગણતા મુશીર અને કાલુ ગરદન વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો

| Updated: July 7, 2022 1:10 pm

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં તાજેતરમાં જ કુખ્યાત બુટલેગર કાલુ ગરદન અને મુશિર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ હવે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું છે. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં આ બન્ને એકબીજાને અપશબ્દો બોલી રહ્યા છે. આ ગેંગવોરના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના જુહાપુરા બજારમાં આવેલ તીનબત્તી પાસે કાલુ ગરદને તાજેતરમાં જ મુશિરના કોઈ સાગરિતને રાત્રિના 12 વાગ્યાની આસપાસ માર માર્યો હતો. કાલુ ગરદને તેને માર મારી મુશિરને જાહેરમાં ગાળો બોલવા લાગ્યો હતો. ત્યાર બાદ કાલુ ગરદન અને તેના તમામ સાગરિતો ત્યાથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈ બજારમાં લોકો એટલી હદ્દે ડરી ગયા હતા કે તેઓએ તાત્કાલિક દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ મુશિરના સાગરિતો કાલુ ગરદન અને તેના સાથીદારોને શોધવા માટે જુહાપુરાની તમામ ગલીઓમાં હથિયારો સાથે ફરતા દેખાયા હતા. આ ઘટના બાદ જુહાપુરામાં લોકોમાં આગામી સમયમાં શું થશે તેને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

RTI એક્ટિવિસ્ટ નદીમ સૈયદની હત્યા કેસમાં કાલુ ગરદનનું નામ હોવાથી તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. તે સમયે મુશિર અને કાલુ ગરદન બન્ને જીગરજાન ગણાતા હતા. પરતું અંદાજે ત્રણ વર્ષ પહેલાથી આ બન્ને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં આ ઝઘડાને લઈ આગામી સમયમાં ગેંગવોર થાય તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. તાજેતરમાં મુશિર અને કાલુ ગરદનની વાતચીતની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં બન્ને એકબીજાને અશ્લીલ ભાષામાં વાતો કરી રહ્યા છે. આ બન્નેનો ઝઘડો હાલ ચરમસીમાએ આવી પહોંચ્યો છે. જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદન અને મુશીર વચ્ચેની વાતચીતમાં નદીમ સૈયદની હત્યા કેસમાં વાપરવામાં આવેલ વેપનની પણ કાલુ ગરદને વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બંનેને નદીમ સૈયદની હત્યાના કેસમાં કોર્ટ દ્વારા નિર્દોષ દાહેર કરવામાં આવ્યા હતા. હાલ મુશીરે સુલ્તાન અને કાલુ ગરદન સાથે ઝઘડો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે એક વખતના ત્રણેય મિત્રો એકબીજાના દુશ્મન બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જુહાપુરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ નદીમ સૈયદની હત્યા કેસમાં મુશીર ઉર્ફે બચ્ચના અને ગરદને કરી હોવાનો આરોપ મૂકાયો હતો. કુખ્યાત ગુનેગાર કાલુ ગરદન 29 જેટલા ગુનામાં સામેલ રહી ચૂક્યો છે. કાલુ ગરદન પર 4 વખત પાસા અને એક વખત તડીપાર અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. કાલુ ગરદન હાલ લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ રહી ચૂક્યો છે.

Your email address will not be published.