સ્કૂલોમાં ભારત માતા પ્રાર્થના સામે મુસ્લિમ સંગઠને વાંધો ઉઠાવ્યો

| Updated: July 31, 2022 9:32 pm

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન ઓથોરિટીઝ દ્વારા ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે વિવિધ શાળાઓના મેળાવડાઓ યોજવામાં આવનાર છે,  તેમા ભારત માતા પ્રાર્થના ગાવાનો આદેશ તેઓએ જારી કર્યો છે. તેમના આ આદેશ સામે ગુજરાતના મુસ્લિમ સંગઠને વાંધો ઉઠાવ્યો છે. તેણે આ નિર્ણયને ગેરબંધારણીય અને અતાર્કિક ગણાવ્યો છે.

25 જુલાઈના રોજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તેઓ આઝાદી કા અમૃતોત્સવની ઉજવણીના નિમિત્તે પહેલી ઓગસ્ટથી બધી સ્કૂલોમાં ભારત માતા પ્રાર્થનાનું આયોજન કરે અને ભાષણોની વ્યવસ્થા કરે.

સત્તાવાળાઓએ સૂચના આપી હતી કે શિક્ષણ અધિકારીઓ તે સુનિશ્ચિત કરે કે બધા વિદ્યાર્થીઓ આ શાળાકીય કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાય અને દરેકમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રગટે. 28મી જુલાઈના રોજ શિક્ષણ સત્તાવાળાઓએ આવી જ અન્ય સૂચના ગ્રાન્ટ-ઇન એઇડ અને ખાનગી સ્કૂલો માટે જારી કરી હતી. સરકારે તેના પત્રમાં જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની રજૂઆતના પગલે લેવાયો છે.

જમિયત ઉલેમા ગુજરાતે આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું છે કે તે આઝાદી કા અમૃતોત્સવ હેઠળના 75 વર્ની ઉજવણીને આવકારે છે. તેણે તેમા ભાગ લેવાની પણ ઇચ્છા દાખવી છે. પણ સ્કૂલોમાં ભારત માતા પ્રાર્થના ફરજિયાત બનાવવા સામે મજબૂત વાંધો દર્શાવ્યો છે. તેણે જણાવ્યું છે કે સરકાર ફક્ત રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની રજૂઆતના આધારે આવો નિર્ણય ન લઈ શકે, તેણે બીજા હિસ્સેદારો સાથે પણ ચર્ચા કરવી જોઈએ. ફક્ત એક જ સંગઠનની રજૂઆતના આધારે નિર્ણય લેવો યોગ્ય તે અતાર્કિક, ગેરબંધારણીય હોવાના પગલે ગેરકાયદેસર છે.

પોતાના આ વાંધા અંગે કારણ રજૂ કરતા જમિયતે જણાવ્યું હતું કે ભારત માતાની પૂજાની પ્રાર્થના તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને અધિકારોથી વિપરીત છે, જે લોકો ઇસ્લામમાં માને છે તથા મૂર્તિપૂજામાં માનતા નથી તેમના અધિકારનું અહીં હનન થાય છે. ઇસ્લામના અનુયાયીઓ ક્યારેય મૂર્તિપૂજા ન કરે, જો તેમ કરે તો પછી તે મુસ્લિમ ન રહે. આથી તે ભારત માતા કે બીજી કોઈની પણ મૂર્તિપૂજા ન કરે. આમ અહીં લઘુમતી સમાજના બંધારણીય અધિકારનો ભંગ થાય છે. તેન સાથે ધાર્મિક સ્વતંત્રતાના અને બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતને પણ ભંગ થાય છે.

Your email address will not be published.