આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વોટ્સએપ ચેટ્સમાં રહસ્યસ્ફોટ

| Updated: October 22, 2021 5:11 pm

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં હવે અનન્યા પાંડે પણ ફસાઈ ચુકી છે. ગઈકાલે 21 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટીમ અનન્યા પાંડેના ઘરે આવી હતી અને સમન્સ પાઠવ્યું હતું. એક્ટ્રેસને એ જ દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. જેમાં બે કલાકની પૂછપરછ બાદ NCBએ ફરી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરના રોજ પૂછપરછ માટે બોલાવી હતી.

અનન્યા પાંડે અને આર્યન ખાન સાથે જોડાયેલી ચેટ્સ સામે આવી છે જેમાંથી ત્રણ ચેટ્સ સૌથી મહત્વની છે. 2018થી 2019ની વચ્ચે તેઓની ચેટ્સમાં ગાંજા અંગે વાત થઈ હતી. અનન્યાના બંને ફોન સીઝ કરવામાં આવ્યા છે. NCBએ અનન્યાને અનેક સવાલો પૂછ્યા હતા અને તે ઘણી જ કન્ફ્યૂઝ જોવા મળી હતી. તેણે ઘણાં સવાલોના જવાબમાં એમ કહ્યું કે તેને ઠીકથી યાદ નથી.

NCBના સીનિયર અધિકારી પ્રમાણે, અનન્યાની ચેટમાં તે આર્યનને કહે છે કે તેણે ગાંજો ટ્રાય કર્યો છે અને તે ફરીવાર ગાંજો ટ્રાય કરવા માગે છે. જેથી આર્યને અનન્યાને ડ્રગ પેડલરનો નંબર આપ્યો હતો.

ત્યારબાદ બીજી એક ચેટમાં આર્યન ખાને અનન્યાને પૂછ્યું હતું કે શું તે ગાંજાની વ્યવસ્થા કરી શકશે?  જેનો અનન્યાએ જવાબ આપ્યો હતો કે તે ગાંજાની વ્યવસ્થા કરી આપશે. પરંતુ તે વિશે પૂછતા અનન્યાએ એમ કહ્યું હતું કે તે આર્યન સાથે મજાક કરતી હતી. NCB પાસે આ ચેટ ઉપરાંત પણ અનેક ચેટ્સ છે, જેમાં બંને અલગ અલગ સમયે ડ્રગ્સ અંગે વાત કરે છે.

2 ઓક્ટોબરના રોજ આર્યનની ધરપકડ થયા બાદ જ અનન્યાનું નામ સામે આવ્યું હતું. જોકે NCBએ તેની પૂછપરછ 20 દિવસ બાદ કરી છે. સૂત્રોના મતે અનન્યાની પૂછપરછ કરીને તપાસ એજન્સી આર્યન સાથેની જોડાયેલી દરેક વાત સુધી પહોંચવા માગે છે. પૂછપરછમાં અનન્યાના કોઈપણ જવાબ આર્યનની જામીન માટે મુશ્કેલી ઊભી કરે શકે એમ છે.

NCBએ આ કેસ અંગેની માહિતી 26 ઓક્ટોબરના રોજ કોર્ટમાં આપવાની છે. આર્યનની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી 26 ઓક્ટોબરના રોજ થવાની છે. અનન્યાની પૂછપરછમાં આર્યન વિરુદ્ધ એકપણ જવાબ કે ક્લૂ મળ્યો તો આર્યન માટે જેલમાંથી બહાર આવવું મુશ્કેલીરૂપ બનશે તે નક્કી છે.

21 ઓક્ટોબરના રોજ અનન્યા પાંડે પપ્પા ચંકી પાંડે સાથે NCBની ઓફિસ આવી હતી. તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી અને તેની આંખોમાં ડર પણ જોવા મળ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *