ભારતીય મૂળના નંદ મુલચંદાની CIAમાં ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત થયા

| Updated: May 2, 2022 2:27 pm

(Indian) ભારતીય- અમેરિકન નંદ મુલચંદાનીને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) દ્વારા પ્રથમ ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીઆઈએના ડિરેક્ટર વિલિયમ જે. બર્ન્સે આની  જાહેરાત કરી હતી. નંદ મુલચંદાની પાસે સિલિકોન વેલી તેમજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (DoD)માં 25 વર્ષથી વધુનો અનુભવ છે.

નંદ મુલચંદાનીએ બ્લુબેલ્સ સ્કૂલ ઇન્ટરનેશનલ, નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને મેથેમેટિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અને  સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાંથી વિજ્ઞાન અને મેનેજમેન્ટમાં માસ્ટર્સ અને હાર્વર્ડ યુનિવર્સિટીની કેનેડી સ્કૂલ ઑફ ગવર્નમેન્ટમાંથી માસ્ટર ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કર્યું છે.

સીઆઈએના  ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું કે ” તેમણે  ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાને પ્રાથમિકતા આપી છે અને નવી સિટીઓ પદ એ તેનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે”. સીઆઈએના એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને આનદ છે કે મુલચંદાની એમની ટીમમાં જોડાયા છે. અને મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં તેમનો વ્યાપક અનુભવ લાવશે.

સીઆઈએ ના સિટીઓ તરીકે નિયુક્ત થવા પર નંદ મુલચંદાનીએ જણાવ્યું હતું કે, “ હું  આ ભૂમિકામાં સીઆઈએમાં જોડાવા માટે સન્માનિત છું . અને એજન્સીની ટેક્નોલોજિસ્ટ અને ડોમેન નિષ્ણાતોની અવિશ્વસનીય ટીમ સાથે કામ કરવા માટે આતુર છું, જેઓ એક વ્યાપક ટેક્નોલોજીના નિર્માણમાં મદદ કરવા માટે પહેલાથી જ વિશ્વ-સ્તરની બુદ્ધિ અને ક્ષમતાઓ પ્રદાન કરે છે. ઉદ્યોગ અને ભાગીદારો સાથે નજીકથી કામ કરવાની વ્યૂહરચના  આકર્ષક ક્ષમતાઓ પહોંચાડે છે.”

આ પણ વાંચો: ઓમિક્રોનના નવા સબ વેરિઅન્ટથી વધુ એક લહેર આવી શકે છે

તેઓ ઓબ્લિક્સ (ઓરેકલ દ્વારા હસ્તગત), ડિટરમિના (VMWare દ્વારા હસ્તગત), OpenDNS (સિસ્કો દ્વારા હસ્તગત), અને Scale Xtreme (સિટ્રિક્સ દ્વારા હસ્તગત) જેવા ઘણા સફળ સ્ટાર્ટઅપ્સના સહ-સ્થાપક અને સીઈઓ હતા. સીઆઈએમાં જોડતા પહેલા મુલચંદાનીએ ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના જોઈન્ટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર (JAIC) ના સિટીઓ અને કાર્યકારી નિયામક તરીકે સેવા આપી હતી.

Your email address will not be published.