ગુજરાતની પાસે આવેલું નંદુબાર બન્યું કાશ્મીર, છવાઇ બરફની ચાદર

| Updated: January 11, 2022 3:42 pm

ગુજરાતને અડીને આવેલા નંદુરબાર જિલ્લાના સાતપુડા પર્વતના અક્કલકૂવા તાલુકામાં હોલડાબ વાલંબા ગામમાં મિની કાશ્મીર બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.બે દિવસથી ત્યાના વાતવરણમાં ફેરફાર થયો છે.જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.તો બીજી બાજુ અમે તેને મિની કાશ્મિર એટલા માટે કહી રહ્યા છીએ કેમકે વાતાવરણ બદલવાના લીધે આ વિસ્તારમાં 1થી 2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.અને જેના કારણે અનેક જગ્યાઓ પર બરફની ચાદરો જોવા મળી હતી.સતત વધી રહેલી ઠંડીના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.અને વધારે ઠંડીના કારણે ખેડૂતો પર ચિંતાનું મોજું ફરિ વળ્યું
છે.

વહેલી સવારના સમયે ઠંડીનું પ્રમાણમાં વધુ હોવાના કારણે ઝાકળએ બરફમાં ફેરવાઇ જાય છે અને તેની સાથે જયાં જુએ ત્યા બરફ બરફ જ જોવા મળે છે.વધુ પડતી ઠંડીના કારણે અક્કલકકૂવા, ધડગાંવ તાલુકાના કુલ 40થી 50 હજાર લોકોનું જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.અને તેની સાથે ખેડૂતોના અને ગામ લોકોના જીવનમાં અસર જોવા મળી રહી છે.

સાતપુડાના 3 અને 4 નંબરની પર્વતોમાં સતત બે દિવસથી ઠંડુગાર જોવા મળે છે.અને મકાન અને વાહનો ખેતરોમાં બરફ જોવા મળ્યો હતો.આજૂબાજૂ ગામમાં બરફની ચાદરો જોવા મળી હતી.

બિટપાડા ગામના વિસ્તારમાં ઘઉંના ખેતરમાં ઠંડીથી ઝાકળ બરફ થતાં જાણે બરફની ચાદર ઓઢી હોય એવું જોવા મળે છે.અને આ ધટના દર વર્ષના બને છે.અને તેની સાથે જો વાત કરવામાં આવે આ ગામના નામની તો આ ગામનું નામ તેના ભૌગોલિક પરિસ્થિતિ મુજબ પડ્યું છે.

ખેડૂતોના પાકમા બરફની ચાદર જોવા મળી હતી અને તેની સાથે આ બરફના કારણે પાકને ખૂબ નુકશાન જોવા મળે છે.

Your email address will not be published. Required fields are marked *