સાઇકલ માલિકે ચોર સાથે સાઇકલ પકડી, પોલીસ કે તે ચોર નથી ડિસ્ટાફનો માણસ છે, નારણપુરા પોલીસે માલિકને પોલીસે ધમકાવ્યો

| Updated: August 2, 2022 9:07 pm

નારણપુરા વિસ્તારમાં ચોરીની સાઇકલ સાથે સાઇકલ માલિકે એક શખ્સને પકડી પાડ્યો હતો. સાઇકલ માલિક અને તેના મિત્રોને નારણપુરા ડિસ્ટાફે ગુનો દાખલ કરવાનો દમ મારી બેસાડી દીધા હતા પરંતુ સાઇકલ આપી ન હતી. સાઇકલ ચલાવનાર શખ્સ નારણપુરા ડિસ્ટાફનું નાનું મોટું કામ કરનાર હોવાથી પોલીસે તેના વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરી ન હતી. પીઆઇ પણ સાઇકલ જેની પાસે હતી તે ચોરી કરી શકે તેમ નથી સારો વ્યક્તિ છે તેમ રટણ કરી રહ્યા છે. ત્યારે ડીસીપી ઝોન-1 તપાસ સાચી દિશામાં થશે તેમ કહી ફોન ઉપાડવાની તસ્દી લેતા ન હતા. ઉલ્લેખનીય છે કે, દારુ કાંડ બાદ હવે પોલીસના માણસો ચોરીમાં પકડાતા પોલીસ હજુ સાઇકલ માલિકને ધમકાવતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કથળી રહી છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં અશોકભાઇ શાહ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે અને તે તાજેતરમાં તેના દિકરા માટે એક સાઇલક લાવ્યો હતો. જે થોડા સમય ઉપરાંત ચોરાઇ ગઇ હતી. આ સાઇકલ મંગળવારે સવારે નારણપુરા વિસ્તારમાં એક શખ્સ લઇને નિકળ્યો હતો. તેને અશોકભાઇ અને તેમના મિત્રોએ રોક્યો અને પુછપરછ કરતા તે સ્વિકારતો ન હતો કે, સાઇકલ ચોરીની છે, આખરે લોકોએ સાઇકલ ચાલકને ધોલધપાટ કરી તો નારણપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચોધરી અને ડિસ્ટાફના પોલીસકર્મીઓ આવી ગયા હતા. ભેગા થયેલા લોકોને પોલીસ સ્ટેશન લઇ ગયા અને સાઇકલ સવાર શની નામના યુવકને કેમ માર્યો તેની પુછપરછ કરવા લાગ્યા હતા. અશોકભાઇએ સાઇકલનું બીલ બતાવ્યું અને સાઇકલ પોતાની હોવાનું જણાવ્યું છતાં સાઇકલ આપવાની તો દુર રહી પણ સાઇકલ માલિક અને અન્ય લોકો સામે રાયોટીંગનો ગુનો નોધવા અને તેમને પુરી દેવા માટેનું કહી પોલીસે ધમકાવ્યા હતા. આખરે ખુલ આજીજી કરતા અશોકભાઇ અને તેમના મિત્રોને ત્યાથી જવા દીધા અને સાઇકલ આપી ન હતી.

આ અંગે નારણપુરા પીઆઇએ જી જાદવે જણાવ્યું હતું કે, શની નામનો યુવક 25 વર્ષથી પોલીસ સ્ટેશન રહે છે અને તે કોઇ દિવસ ચોરી કરી શકે તેમ નથી. તેની પાસે ચોરીની સાઇકલ કેવી રીતે આવે તેમાં તેમણે જણાવ્યું કે, તે તો પુછવું પડશે. કોઇના વિરુધ્ધમાં ગુનો દાખલ કર્યો નથી હું તપાસમાં છું તો વધુ મને જાણ નથી. બીજી તરફ આ અંગે ઝોન-1 ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યુ હતુ કે, તમે ટુંકમાં વિગતો જણાવો અમે તપાસ કરાવી લઇશું અને કાયદેસરની કાર્યવાહી થશે. જોકે મોટી સાંજે તેમને ફરી આ અંગે ફોન કોલ કરતા તેમણે કોલ ઉપાડવાનું ટાળ્યું હતુ. આમ ઉલ્લેખનીય છે કે, ડીસીપી ઝોન-1ને કોઇ ઘટના સાંભળવાનો સમય પણ ન હોય તો લોકોને શુ મળતા હશે તેવી ચર્ચા લોકોમાં ઉઠવા પામી હતી.

મહત્વની વાત તો એ છે કે, સાઇકલ માલિક હજુ પણ સાઇકલ વગર ફરી રહ્યા છે અને તેમને મંગળવારે રાત્રે 9 વાગ્યે પોલીસે સાઇકલ લેવી હોય તો પુરાવા લઇને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું છે. આમ ચોરીની સાઇકલ શનીને નારણપુરા પોલીસે જ ચલાવવા આપી હતી કે, પછી તે ક્યાથી લાવ્યો તે અંગે પોલીસ કોઇ જ સત્ય બહાર પાડવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, હજુ લઠ્ઠાકાંડમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે અને બુટલેગરો સાથે મિલીભગત હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે ચોરી થયેલી સાઇકલ પણ પોલીસનુ કામ કરનારો વ્યક્તિ લઇને મળતા ચર્ચાનો વિષય બન્યો છે.

Your email address will not be published.