હાર્દિકના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં નૌતમ સ્વામીના નિવેદનથી રાજકારણ ગરમાયું

| Updated: April 28, 2022 8:58 pm

વડતાલ સ્વામીનારાયણના સંત નૌતમ સ્વામીએ આજે હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ હાર્દિકને હિંદુવાદી પાર્ટીમાં જોડાવા કહ્યું હતું.

વિરમગામમાં હાર્દિકના પિતાની પુણ્યતિથિમાં કોંગ્રેસ પાર્ટીના મોટા મોટા આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ ધામના સંત નૌતમ સ્વામીના નિવેદને રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો. નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોડાવું જોઈએ. દેશમાં ભાજપ જ એક હિંદુવાદી પાર્ટી છે. અમને વિશ્વાસ છે કે, હાર્દિક જલ્દી જ આ નિર્ણય લઈ શકે છે.

નૌતમ સ્વામીના નિવેદન પર હાર્દિકે જણાવ્યું હતું કે, નૌતમ સ્વામી આ તમામ વાતો લાગણી વશ કહી હતી. આજે અહીંયા ભગવાન રામની મૂર્તિનું સ્થાપના કરાઈ છે કે, મે પહેલા પણ કહ્યું હતું કે, રઘુવંશ કુળનો લવ-કુશનો સંતાન છું. મારાથી મોટો કોઈ હિન્દુવાદી ન હોય અને મારે એ બાબતની સાબિત કરવાની જરૂર નથી. અમે વર્ષોથી ભગવાન રામ ધુન હોય હનુમાનજીની ધુન હોય કે પછી સુંદરકાંડના પાઠ હોય અમે સતત ધાર્મિક પ્રકિયા સાથે અમારો પરિવાર અમારો સમાજ હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે.

તો બીજી બાજુ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નૌતમ સ્વામીએ આપેલાં નિવેદન અને સલાહ-સૂચનોનો ખુલાસો કર્યો હતો. ત્યાર બાદ રઘુશર્માએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું, પક્ષ પાસે કામની માગણી કરું છું અને જો કામ મળશે તો હું વધુ સ્પીડથી કામ કરીશ, પક્ષમાં કોઈની સાથે વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઈ શકે, પરંતુ હું આ મામલે સાથે બેસીને વાત કરીશ. મારા પિતાના પુણ્યતિથિ પ્રસંગે આવેલા સૌનો આભાર માનું છું.

Your email address will not be published.