લાઈવ ટીવી પર નવિકાની જીભ લપસી અને પત્રકારત્વનો ‘કચરો’ થઈ ગયોઃ ટ્રોલ્સને મજા પડી ગઈ

| Updated: September 29, 2021 4:18 pm

ટાઇમ્સ નેટવર્કના ગ્રુપ એડિટર નવિકા કુમાર એક મોટા વિવાદમાં ફસાયા છે. પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પર આયોજિત લાઇવ શોમાં નવિકાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે તેને પત્રકારત્વનું  સૌથી નીચામાં નીચુ પતન ગણાવ્યુ. સોશિયલ મીડિયા પર પણ નવિકાની ટીકા થઇ રહી છે અને સવારથી જ હેશટેગ “કચરાનવિકા” (#KachraNavika ) ટોપ ટ્રેન્ડમાં છે.

જોકે નવિકા કુમારે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર તેમના નિવેદનમાં એમણે પોતાની ભૂલને, સતત થતી વાતચીત દરમ્યાન થયેલી એક ક્ષણિક ચૂક કહીને એના માટે માફી માંગી છે.

આ ટિપ્પણી બાદ નાવિકા કુમાર પર કોંગ્રેસે તરત જ નિશાન સાધ્યું.

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ તેને પત્રકારત્વની સૌથી ઊંડી અવનતિ ગણાવી. સાથે સાથે , છત્તીસગગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ મીડિયાને ગરિમા ન ત્યજવા શીખ આપી.

કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ચૌધરીએ નવિકાને પત્રકારત્વ પરનું લાંછન ગણાવીને ભાજપમાં જોડાઈ જવાની સલાહ આપી હતી.

સોશિયલ મીડિયા પર પણ નવિકાની ભાષાચુક પર આકરી પ્રતિક્રિયાઓ થઇ રહી છે

ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ટીઆરપી કૌભાંડમાં મુંબઈ પોલીસે વોટ્સએપ ચેટ સાથે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ટીઆરપી નોંધનારી એજન્સીના તત્કાલીન વડા પાર્થો દાસગુપ્તા અને રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામી વચ્ચે થયેલી મનાતી આ ચેટમાં એન્કર નવિકા કુમારનો ઉલ્લેખ અર્નબ ગોસ્વામીને ટાંકીને કરાયો છે. ચેટમાં અર્ણબ તરફથી લખાયું હતું કે “ગઈકાલે લાઈવ ઈન્ટરવ્યુમાં અમિત શાહે નાવિકાને ‘કચરો’ કહી હતી.” ત્યારથી, સોશિયલ મીડિયા પર નાવિકા કુમાર ‘કચરા’ શબ્દ સાથે ટ્રોલ થાય છે.

આ લેખ સૌપ્રથમ જોશ હોશમાં પ્રકાશિત થયો હતો.

Your email address will not be published. Required fields are marked *