નૌકાદળને એક જ દિવસમાં મળી બે મોટી ભેટઃ વિક્રાંતની સાથે અમેરિકાના બે હેલિકોપ્ટર મળ્યા

| Updated: July 29, 2022 1:00 pm

ભારતીય નૌકાદળને ગુરુવારે એકસાથે બે મોટી ભેટ મળી હતી. પ્રથમ તો સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત અને બીજું યુએસથી બે એમએચ-60 રોમિયો એન્ટી-સબમરીન યુદ્ધ હેલિકોપ્ટર પણ મળ્યા હતા.

આ હેલિકોપ્ટર 2025 સુધીમાં ભારતને પહોંચાડવામાં આવનાર 24 MH-60  રોમિયો હેલિકોપ્ટરોનો હિસ્સો છે. આ હેલિકોપ્ટર એરક્રાફ્ટ કેરિયર્સ વિક્રાંત તેમજ વિક્રમાદિત્ય ઉપરાંત અન્ય જહાજો પર પણ કામ કરશે.

76 ટકા સ્વદેશી ઉપકરણો સાથે બનેલું વિક્રાંત આગામી મહિને દેશની આઝાદીના 75 વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. આ એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબુ છે અને તેનું સંપૂર્ણ વજન 45000 ટન છે. 88 મેગાવોટની કુલ ક્ષમતા સાથે ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત આ એરક્રાફ્ટ કેરિયર સમુદ્રમાં પ્રતિ કલાક 28 નોટની ઝડપે આગળ વધવાની ક્ષમતા ધરાવે છે.

વિક્રાંતને બનાવવા પાછળ 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેને સંરક્ષણ મંત્રાલય અને કોચિન શિપયાર્ડ દ્વારા ત્રણ તબક્કામાં બનાવવામાં આવ્યું છે. પહેલો તબક્કો 2007માં પૂરો થયો હતો, બીજો 2014માં પૂરો થયો હતો અને ત્રીજો ઓક્ટોબર 2019માં પૂરો થયો હતો.

વિક્રાંત પર એકસાથેર 30 વિમાનો પાર્ક કરી શકાશે. તેમા મિગ 29-કે ફાઇટર જેટ, કામોવ-31 અને MH-60R ઉપરાંત સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)નો સમાવેશ થઈ શકે છે, એમ ભારતીય નૌકાદળે જણાવ્યું હતું.

ભારતને આપવામાં આવેલા રોમિયો હેલિકોપ્ટરને અમેરિકાની અગ્રણી શસ્ત્ર કંપની લોકહીડ માર્ટિન દ્વારા કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર ઓલવેધર વાહન છે. ભારતે 2020માં અમેરિકા પાસેથી ફોરેન મિલિટરી સેલ્સ (એફએમએસ) હેઠળ 24 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો. હેલિકોપ્ટરમાં હેલફાયર એર-ટુ-સરફેસ મિસાઇલોઅને માર્ક 54 એન્ટિ-સબમરીન ટોર્પિડો સહિત ભારત માટે વિશિષ્ટ ઉપકરણો અને શસ્ત્રો સાથે ફેરફાર કરવામાં આવ્યા છે.

આ હેલિકોપ્ટર નૌકાદળની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા માટે છે, જે હાલમાં ભારતની આસપાસના પાણીમાં ચીનના વધતા જતા હુમલા વચ્ચે સબમરી વિરોધી કામગીરી માટે તેના પી-1 એરક્રાફ્ટ પર આધાર રાખે છે. તેઓ તેના જૂના બ્રિટિશ નિર્મિત સી કિંગ હેલિકોપ્ટરના કાફલાને બદલશે. તેનો ઉપયોગ હવે સબમરીન યુદ્ધના બદલે પરિવહન માટે થાય છે.

રોમિયો હેલિકોપ્ટરમાં પણ એન્ટિ-સરફેસ વોર ક્ષમતા છે, આ ઉપરાંત તે દુશ્મન જહાજોને શોધી કાઢીને તેની સામે કાર્યવાહી કરવાની ક્ષમતા પણ ધરાવે છે. સબમરીનને ટ્રેક કરવા અને તેમને જોડવા ઉપરાંત આ હેલિકોપ્ટર અન્ય દરિયાઈ ભૂમિકાઓ જેમકે શોધ અને બચાવ લોજિસ્ટિક્સ સપોર્ટ, કર્મચારીઓનું પરિવહન અને સર્વેલન્સ કરવા સક્ષમ છે.

Your email address will not be published.