પરિવારની ખુશી માતમમાં છવાઈ, દિવાલ પડતા બે સગા ભાઈ સહિત ભત્રીજાનું મોત

| Updated: April 9, 2022 6:52 pm

મોરબીના હળવદના દીધડીયા ગામે દિવાલ પડતા પરિવારના ત્રણ લોકોના મોત થતા ભારે ચકચાર જોવા મળી રહી છે. ખાલી પ્લોટની સાફ સફાઈ કરી રહ્યા હતા તે વેળા દિવાલ પડી હતી. હાલ આ ત્રણેય લોકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, બે સગાભાઈ હકાભાઈ કાંજીયા, વિપુલભાઈ કાંજીયા અને ભત્રીજો મહેશભાઈ કાંજીયાનું મોત થયું છે. મૃતક હકાભાઈના દીકરા દીકરીના આવતીકાલે લગ્ન લખાવાના હોવાની માહિતી મળી છે. આજે રાતે માતાજીનો માંડવો હોય જેથી ત્યાં ખાલી પ્લોટમાં સાફ સફાઈ દરમિયાન ઘટના બની હતી.

પરિવારમાં રાત્રે માતાજીનો માંડવાના પ્રસંગ હોવાને કારણે પરિવારજનો ઉત્સવનો માહોલ હતો અને વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે પરિવારના ત્રણ લોકો આવી જતાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

જયારે બીજા કિસ્સામાં પ્રાંતિજના મજરા ખાતે મકાનની દિવાલ ધરાશયી થતા યુવક દટાયો હતો. મકાનનુ રીનોવેશન કામ ચાલી રહ્યુ હતુ તે દરમ્યાન ઘટના બની હતી. દિવાલમા પાણી છંટકાવ કરતો મજુર યુવક કાટમાળ નીચે દટાયો હતો. કાટમાળ નીચે દટાયેલા મજુરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે, ત્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Your email address will not be published.