નેટફ્લિક્સના મૂલ્યસર્જનમાં રૂ. 6,770 કરોડની અસર કરનાર શો -સ્ક્વીડ ગેમ

| Updated: October 19, 2021 6:09 pm

નેટફ્લિક્સના અંદાજ પ્રમાણે તેની છેલ્લી મેગાહિટ, “સ્ક્વિડ ગેમ”, કંપની માટે $ 900 મિલિયન એટલે કે લગભગ રૂ. 6,770 કરોડ નું મૂલ્યસર્જન કરશે.
બ્લૂમબર્ગ દ્વારા થયેલી આકારણી મુજબ, સ્ટ્રીમિંગ વિશ્વમાં આ સાઉથ કોરિયન શ્રેણી એક અણધાર્યો તહલકો છે.

નેટફ્લિક્સે જણાવ્યું છે કે દક્ષિણ કોરિયન શ્રેણી તેની અત્યાર સુધીની સૌથી મોટી સિરીઝ બની ગઈ છે,. 17 સપ્ટેમ્બરે રિલીઝ થયા બાદ વૈશ્વિક સ્તરે તેના 111 મિલિયન દર્શકો બની ગયા છે. જે પ્લેટફોર્મ પર તેના પ્રથમ 28 દિવસમાં લગભગ 82 મિલિયન ઘરોમાં પહોંચી ગયેલ શ્રેણી બ્રિજર્ટનને પણ સ્ક્વિડ ગેમેં પાછળ પાડી દીધી છે. નવાઈની વાત એ છે કે નેટફ્લિક્સને આ શ્રેણીનો નિર્માણ ખર્ચ માત્ર $ 21.4 મિલિયનનો ખર્ચજ થયો છે.

રૂપિયા 6,770 કરોડની મૂલ્યવૃદ્ધિ દર્શાવે છે કે આ શો કેટલી આવક પેદા કરે છે. આ આંકડા દર્શાવે છે કે 132 મિલિયન લોકોએ શ્રેણી શરૂ થયાના 23 દિવસો દરમિયાન ઓછામાં ઓછી બે મિનિટ જોઈ હતી. નેટફ્લિક્સે અહેવાલ આપ્યો છે કે શો જોવાનું શરૂ કરનાર 89% લોકોએ ઓછામાં ઓછો એક એપિસોડ જોયો છે.

સ્ક્વિડ ગેમ શું છે?

પોતાની પહોંચને વિશ્વગામી કરવાના નેટફ્લિક્સના પ્રયાસોના ભાગ રૂપે દક્ષિણ કોરિયાઈ લેખક ડિરેક્ટર હ્વાંગ ડોંગ-હ્યુક દ્વારા બનાવાયેલી સ્ક્વિડ ગેમ સર્વાઇવલ ડ્રામા શ્રેણી જીવનના અલગ અલગ ક્ષેત્રના 456 વ્યક્તિઓ વચ્ચે એક સ્પર્ધાનો શૉ છે, જેમાં અંદાજે 290 કરોડ રૂપિયાનું ઇનામ છે. ભારે દેવામાં ડૂબેલા સ્પર્ધકો, સાઉથ કોરિયામાં જાણીતી આ બાળકોની રમતમાં ભાગ લે છે ખેલાડીઓને એક વિશાળ વેરહાઉસમાં વિભાજિત કરવામાં આવે છે, અને માસ્ક અને ગુલાબી બોડીસૂટમાં રક્ષકો દ્વારા તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે. આ ખેલ “મૃત્યુ” સુધી ચાલે છે.કારણ કે . દરેક ‘મૃત્યુ’ વિજેતાના વધુ કમાણી કરાવે છે.

ખેલાડીઓમાં અભિનેતા લી જંગ-જે દ્વારા ભજવવામાં આવેલો કિરદાર ડ્રાઇવર છે, જેણે જુગારના વ્યસનને કારણે દેવામાં સપડાયો છે. દરેક ખેલાડી નિરાશાની અત્યંત નીચી ગર્તામાં ડૂબેલા છે , જે જીવલેણ રમત રમવા માટે તેમને પ્રેરે છે.

નેટફ્લિક્સે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય વિકાસ પર મોટો દાવ લગાવ્યો છે, “મની હેસ્ટ” જેવા વિદેશી ભાષાના શોમાં રોકાણ કર્યું છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જણાવ્યું હતું કે તે દક્ષિણ કોરિયામાં સામગ્રી વિકસાવવા માટે $ 500 મિલિયન ખર્ચવાની યોજના ધરાવે છે, જ્યાં ગયા વર્ષના અંતમાં પેઇડ સબ્સ્ક્રાઇબર્સ 3.8 મિલિયન હતા. ડિઝની સહિતની કંપનીઓએ એશિયા અને વિદેશમાં પણ ઉત્પાદનના પ્રયત્નો વધારી દીધા છે, જ્યાં ઉત્પાદન ખર્ચ ઘણી વખત યુ.એસ. કરતા સસ્તી હોય છે.

Your email address will not be published.