ગુજરાતમાં કોરોનાથી ત્રીજીલહેરના રેકોર્ડબ્રેક 28ના મોત

| Updated: January 25, 2022 7:23 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,608 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના કારણે 28 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 5303 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 13,469 દર્દી સાજા થયા છે. ગઇકાલે રાજયમાં કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 24 કલાકમાં કોરોનાના 13,805 કેસ નોંધાયા હતા. જયારે 25 લોકોના મોત થયા હતા.

ગુજરાતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13805 કેસ નોંધાયા હતા અને ત્રીજી લહેરના સૌથી વધુ 25ના મોત થયા હતા. આ પહેલા 22 જાન્યુઆરીએ 23150 કેસ નોંધાયા હતા. જે 24 જાન્યુઆરીએ 40 ટકા જેટલા ઘટીને 13805 થયા છે. તેમજ 13469 દર્દી સાજા થયા છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને 86.49 ટકા થયો છે.

રાજયમાં કોરોના કેસ, દર્દી અને વેકસીનના આંકડા

રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 28 લોકોના મોત થયા છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16608 નવા કેસ
આજે 17,467 દર્દીઓ સાજા થયા

શહેરોમાં કોરોના કેસ
અમદાવાદ 5303
સુરત 1004
વડોદરા 3041
રાજકોટ 1376
રાજ્યમાં એક્ટીવ કેસ 134261
આજે કોરોના વેક્સિનના 2.43 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ 9.67 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે

17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 4 દિવસમાં 24,485થી 10680નો ઘટાડો નોંધાઈને 13805 કેસ થયા છે.

Your email address will not be published.