રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23,150 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના 8194 કેસ નોંધાયા છે. અને આજે રાજ્યમાં 10,103 દર્દી સાજા થયા છે. ગઇકાલે રાજયમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. 24 કલાકમાં કોરોનાના 21,225 નોંધાયા હતા. જયારે 15 લોકોના મોત થયા હતા.
નોંધનીય છે કે ત્રીજીલહેરના શરૂઆતના સમયમાં કોરોનાની યોગ્ય સારવારનો અભાવ હતો. પરંતુ હવે વેક્સિન પણ વિકસી ગઈ છે અને લોકો વેક્સિનેટેડ પણ થવા માંડ્યાં છે. તે ઉપરાંત સૌથી મોટી વાત એ છે કે હવે લોકો ઘરે જ કોરોનાના ટેસ્ટ કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આવકારદાયક કાર્ય કરતા હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દરદીઓના ઘરે જઈને તેમનું સ્ટેટસ ચેક કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે અમદાવાદમાં સંજીવની વૅન દ્વારા 17 હજાર થી વધુ કોરોનાના હોમ આઇસોલેશન દરદીઓનું મોનિટરિંગ કરાયું હતું.
રાજયમાં કોરોના કેસ, દર્દી અને વેકસીનના આંકડા
રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 15 લોકોના મોત થયા છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23150 નવા કેસ
આજે 10,103 દર્દીઓ સાજા થયા
શહેરોમાં કોરોના કેસ
અમદાવાદ 8194
સુરત 1876
વડોદરા 2823
રાજકોટ 1707
રાજ્યમાં એક્ટીવ કેસ 129875
આજે કોરોના વેક્સિનના 1.88 લાખ ડોઝ અપાયા
અત્યાર સુધી કુલ 9.62 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
ગુજરાતમાં ગઈ કાલે કોરોના ના કુલ 21,225 કેસ નોંધાયા હતા અને 16 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. તે પૈકી અમદાવાદમાં કોરોનાના કુલ 8627 કેસ નોંધાયા હતા અને 8 દર્દીઓના મોત થયાં હતાં. અમદાવાદ શહેરમાં ગઈ કાલે નવા 42 માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા હતા જ્યારે 8 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર દૂર કરાયા હતા. ગઈ કાલ સુધીમાં અમદાવાદમાં કુલ 165 વિસ્તાર એક્ટિવ માઇક્રો કન્ટેઇન્મેન્ટ તરીકે અમલમાં હતા. અમદાવાદમાં છેલ્લા નવ દિવસમાં 49,841કેસ નોંધાયા છે.