દિલ્હીના નવા પોલીસ કમિશનર સંજય અરોરા

| Updated: July 31, 2022 2:38 pm

સંજય અરોરા, તમિલનાડુ કેડરના 1988-બેચના IPS, રાષ્ટ્રીય રાજધાનીના પોલીસ દળનું નેતૃત્વ કરવા માટે ITBPનું વડા પદ છોડી દેશે.

તમિલનાડુ કેડરના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજય અરોરા દિલ્હીના પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાનું સ્થાન લેશે.

અરોરા, IPS 1988 બેચના છે, તેઓ 1 ઓગસ્ટથી કાર્યભાર સંભાળશે.તેઓ IPS માં જોડાયા પછી તમિલનાડુમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સેવા આપી હતી.જેને લઇને તેમને સીએમનો વીરતા મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.તેઓ 2000 થી 2002 દરમિયાન મસૂરીમાં ફોર્સની એકેડમીમાં પ્રશિક્ષક પણ હતા. સંજય અરોડા રાકેશ અસ્થાનાની જગ્યા લેશે. જેમનો કાર્યકાળ આજે ખતમ થઈ રહ્યો છે.

તેમણે આઈજી (સ્પેશિયલ ઓપરેશન્સ) બીએસએફ, આઈજી છત્તીસગઢ સેક્ટર સીઆરપીએફ અને આઈજી ઓપરેશન્સ સીઆરપીએફ તરીકે સેવા આપી છે. DG, ITBP તરીકે નિયુક્ત થતાં પહેલાં તેમણે ADG HQ & Ops CRPF અને Spl DG J&K ઝોન CRPF તરીકે સેવા આપી છે. તેમણે 31મી ઑગસ્ટ, 2021ના રોજ DG ITBPનો ચાર્જ સંભાળ્યો હતો. તેમને 2004માં મેરીટોરીયસ સર્વિસ માટે પોલીસ મેડલ, 2014માં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, પોલીસ સ્પેશિયલ ડ્યુટી મેડલ, એન્ટ્રીક સુરક્ષા પદક અને યુએન પીસકીપીંગ મેડલથી નવાજવામાં આવ્યા છે.

Your email address will not be published.