નવી સરકારી પ્રોત્સાહક નીતિથી નિકાસકારોમાં અસંતોષ: વધારવાના બદલે ઘટાડાયા આવકના રેટ

| Updated: August 19, 2021 1:14 pm

ભારતીય અને એમાં પણ ખાસ કરીને ગુજરાતનાં નિકાસકારો કેન્દ્ર સરકારની RoDTEP ( રેમિસન ઓફ ડ્યૂટીઝ  એન્ડ ટેક્ષિસ ઓન ઈમ્પૉર્ટેડ  પ્રોડક્ટ્સ ” સ્કીમ માંની વિસંગતિઓથી નિરાશ  છે. 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવેલ  આ નવી સ્કીમ,  પુરાણી સ્કીમ MEIS ( મર્ચન્ડાઈઝ એક્સપોર્ટ ઈન્સેન્ટિવ સ્કીમ ) ની જગ્યા લેશે. જોકે  નવી સ્કીમ અમલમાં તો મુકાઈ ગઈ હતી પરંતુ એમાં ડ્યૂટી રેમીશન ના રેટ છેક અત્યારે  8 મહિના પછી જાહેર કરાયા છે જે  અગાઉની સ્કીમ કરતા ઘણા ઓછા  છે.

નિકાસકારોમાં આ બાબતે અસંતોષ પ્રગટ થયો છે. નવી નીતિ અંતર્ગત ઘણી ચીજવસ્તુઓની નિકાસ પ્રોત્સાહન યાદીમાંથી બાકાત કરવામાં આવી છે.

ગુજરાતમાંથી કરાતી નિકાસને આ ઉપલક્ષ્યમાં માઠી અસર થશે અને ભારત સરકારના રૂ. 400 અબજ ડોલરના નિકાસ લક્ષ્યાંક સુધી પહોંચવું અઘરું બનશે.એક તરફ ભારત સરકારની મંશા રહેલી છે કે ભારતિય નિકાસકારો ચીનને કાંટાની ટક્કર આપે જયારે નિકાસકારોને પ્રોત્સાહક સ્કીમોમાં સરકાર પાછી પડે છે. ચીનમાં રોકડ પ્રોત્સાહનોથી માંડીને ફ્રેઇટ સબસિડીની જાજમ નિકાસકારો માટે પથરાય છે જયારે આપણે ત્યાં જૂની MEIS સ્કીમ હેઠળનુ એપ્રિલથી ડીસેમ્બર 2020 સુઘીનું રીઈમ્બર્સમેન્ટ પણ ચૂકવવાનું હજુ બાકી છે. હદ તો ત્યાં થાય છે કે આ ડીમ્ડ આવક પરનો ઈન્ક્મટેક્સ પણ નિકાસકારોએ ચૂકવી દીધો છે.

કેમિકલ ક્ષેત્રની વૈશ્વિક નિકાસમાં ભારતનો ભાગ લગભગ 20 અબજ ડોલર સાથે  5% છે જેમાંથી  ગુજરાત 35% ફાળો આપે છે.એ સિવાય  ફાર્માસ્યુટિકલ્સ, મરચું-મસાલા, ખાદ્ય તેલ , પશુ આહાર, કાસ્ટિંગ પ્રોડક્ટ્સ વગેરેની નિકાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. ગુજરાતમાંથી થતી નિકાસને વધુ પ્રોત્સાહિત કરવા  RoDTEP ના રેટ વધારવા ઉપરાંત અન્ય સકારાત્મક પગલાં લેવાવા જોઈએ એવી લાગણી પ્રવર્તે છે.

Your email address will not be published. Required fields are marked *