પહેલી વાર મંત્રી બનેલા MLAsને કઈ વાતની તાલીમ આપવી પડી?

| Updated: September 26, 2021 8:34 pm

વિજયભાઈ રૂપાણી અને તેમના મંત્રીમંડળની વિદાય બાદ મુખ્યમંત્રીથી લઈને આખું નવું મંત્રીમંડળ આવી ગયું છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યકાળ શરૂ થયો છે, ત્યારે તેમાં કેટલાક મંત્રીઓને સરકારની કામગીરીનો કોઈ પણ જાતનો અનુભવ નથી, ત્યારે ધારાસભ્ય દળની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે.

આ બેઠકમાં હાજર રહેવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને પાર્ટી તરફથી સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં વિધાનસભા સત્રમાં ક્યા મુદ્દે ચર્ચા કરવી તેનો રોડમેપ તૈયાર થઇ શકે છે. મહત્વનું છે કે પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હવે રાજ્યના કેબિનેટમંત્રી બન્યા છે તેમને મહેસુલ મંત્રી અને કાયદામંત્રીનો સ્વતંત્ર હવાલોનો સોંપવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ પ્રથમવાર એક મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી થઈ છે ત્યારે નિમાબેન આચાર્ય માટે પણ વિધાનસભાનું આ સત્ર મહત્વનું સાબિત બનશે. 

આજે ભાજપના ધારાસભ્યોના દળની બેઠક મળનાર છે, ત્યારે આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર છે ત્યારે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની આ બેઠક યોજાઈ રહી છે તે ખુબ મહત્વની માનવામાં આવે છે.

Your email address will not be published. Required fields are marked *