આગામી એપ્રિલથી જૂના વાહનોનું રજિસ્ટ્રેશન આઠ ગણું મોંઘું પડશેઃ જાણો બીજા કયા ફેરફાર થવાના છે

| Updated: October 6, 2021 3:40 pm

1 એપ્રિલ, 2022 થી અમલમાં આવનાર સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (23મો સુધારો) નિયમો, 2021 નામના નવા નિયમો હેઠળ, 15 વર્ષથી વધુ જૂના વાહન રજીસ્ટ્રેશનને રિન્યુ કરવું 8 ગણું વધુ મોંઘુ પડશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર 15 વર્ષથી વધુ જૂની કારના માલિકોએ રજીસ્ટ્રેશન રિન્યુ કરવા માટે આઠ ગણા વધુ પૈસા ચૂકવવા પડશે. નવા નિયમો રાષ્ટ્રીય વાહનોની સ્ક્રેપેજ નીતિ અનુસાર જૂના અને પ્રદૂષિત વાહનોને તબક્કાવાર બંધ કરવાની કેન્દ્રની તૈયારીઓને અનુરૂપ છે.

હાલની રૂ .600 ની ફીની સરખામણીમાં 15 વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન રિન્યુઅલ હવે 5000 રૂપિયા લઈને થશે. . તેવી જ રીતે, 15 વર્ષથી જૂની બસ અથવા ટ્રક માટે ફિટનેસ રિન્યુઅલ સર્ટિફિકેટ રૂ 1,500 ને બદલે રૂ 12,500 અને જૂના મધ્યમ સામાન અથવા પેસેન્જર મોટર વાહનો માટે રૂ. 10,000 હશે. મોટરબાઈક માટે આ ચાર્જ રૂ 300ની જગ્યાએ રૂ 10000 થશે.

જયારે આયાતી મોટરબાઈક અને કારના રજીસ્ટ્રેશનના નવીકરણ માટે અનુક્રમે 10,000 અને 40,000 રૂપિયાનો ખર્ચ થશે.

જ્યારે ફિટનેસ પ્રમાણપત્રની સમાપ્તિ પછી વિલંબના દરેક દિવસ માટે 50 રૂપિયાની વધારાની ફી પણ વસૂલવામાં આવશે, રજિસ્ટ્રેશનના પ્રમાણપત્રના નવીકરણ માટે વિલંબના કિસ્સામાં, દર મહિને વિલંબ માટે 300 રૂપિયાની વધારાની ફી ખાનગી વાહનો માટે અને વ્યાપારી વાહનોના કિસ્સામાં દર મહિને 500 રૂપિયા વસૂલવામાં આવશે.

Your email address will not be published. Required fields are marked *