રામ રાખે તેને કોણ ચાખે: સાબરકાંઠામાં કોઈ નવજાત શિશુને ખેતરમાં દાટી ગયું, ખોદ્યું તો જીવતી બાળકી નિકળી

| Updated: August 4, 2022 5:17 pm

હિંમતનગરમાં એક ખેતરની અંદર જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે આ બાળકી જીવિત મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. 108ને આ અંગેની જાણ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગાંભોઈમાં આવેલા GEB પાસેના હિતેન્દ્રસિંહ નામના વ્યક્તિ તેના ખેતરમાં જમીન ખોદી રહ્યો હતો તે વેળા તેને એક જમીનનો ભાગ ઉપર નીચે જોવા મળ્યો હતો જેથી તે ત્યા જઈને ખોદકામ કરવા લાગ્યા હતા. ખોદકામ કરતી વખતે એક નવજાત બાળકી મળી આવી હતી. જેથી હિતેન્દ્રસિંહ ગભરાઈ ગયા હતા અને તેઓને બુમાબુમ કરી હતી. બુમાબુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને નવજાત બાળકીને બહાર કાઢવામાં આવી હતી. આ બાળકી જીવીત હોવાથી લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા અને તાત્કાલિક 108ને ફોન કરી બોલાવી હતી.

108 દ્વારા આ જીવિત બાળકીને હિંમતનગર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ તમામ ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને બાળકીના માતા પિતાને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

108 સાબરકાંઠાના સુપરવાઈઝરે જણાવ્યું હતું કે ગાંભોઇમાં આજે સવારે 10 વાગ્યે કોલ આવ્યો હતો કે ગાંભોઈમાં GEB પાસેના ખેતરમાં નવજાત બાળકી માટીના નીચે દટાયેલા હાલતમાં મળી આવી છે. જેથી 108 એમબ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં બાળકીની સારવાર શરૂ કરાઈ હતી અને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું અને બાળકીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

Your email address will not be published.