મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચારઃ સ્પેશ્યલ કન્ટેનર ટ્રેન સર્વિસ શરૂ કરાઈ

| Updated: June 23, 2022 3:44 pm

રાજકોટઃ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે. તેમના માટે સ્પેશ્યલ કન્ટેનર ટ્રેન સર્વિસ શરૂ કરવામાં આવી છે. તેના લીધે મોરબીના ઉદ્યોગકારો અને નિકાસકારો બંનેને રાહત થશે. તેના લીધે નિકાસકારોને સસ્તી, સરળ અને ઝડપી સર્વિસ મળી રહેશે. તેની સાથે માર્ગો પરની ગીચતામાં પણ ઘટાડો થશે.

એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ તાજેતરમાં મર્સ્ક સાથે જોડાયું છે. મર્સ્કે પીપાવાને રેલવે સેવા સાથે જોડ્યું છે. તેના દ્વારા હવે પીપાવાને રેલવે સેવા મળવા લાગી છે. આ રેલવે સેવાને પીઆરસીએલ ઓપરેટ કરે છે. આ રેલવે સેવા માળિયામાં પીપાવાવ ફ્રેઇટ ટર્મિનલ મારફતે મોરબીના સિરામિક્સ નિકાસકારોને જોડે છે. આ રેલવે સેવા ત્રણ મહત્વના ભાગીદારો વચ્ચેના જોડાણનું પરિણામ છે. તેમા એક ભાગીદાર મર્સ્ક દરિયાઈ અને જમીન પરિવહન કુશળતા માટે જાણીતું છે. જ્યારે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ પોતાના વ્યૂહાત્મક સ્થાન અને શ્રેષ્ઠ જોડાણ તથા ઉત્પાદકતા માટે જાણીતું છે. જ્યારે રેલવે પાર્ટનર તરીકે પીઆરસીએલ છે.

નિકાસ માટેના કાર્ગોને રેલવે સર્વિસ પર ખસેડવામાં આવ્યો છે. તેના લીધે પરિવહનનો સમય 15 ટકા ઘટશે અને માલને બજાર સુધી વધારે ઝડપથી પહોંચાડી શકાશે. રેલવે સર્વિસ માર્ગ પરિવહનની તુલનાએ વધારે વિશ્વસનીય છે. તે નિકાસકારોને વિના વિલંબે તેમની પસંદગીની દરિયાઈ સેવા સાથે જોડવામાં મદદ કરે છે. આ નવા જોડાણ સાથે એપીએમ ટર્મિનલ્સ પીપાવાવે ગુજરાતના ટાઇલ્સ અને સિરામિક્સ બજાર માટે વિશ્વસનીય ઓફરની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

એપીએમ ટર્મિનલ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબે જણાવ્યું હતું કે અમે અમારા વ્યૂહાત્મક સ્થાન સાથે લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમને સપોર્ટ કરવા અને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ. તે અંતરિયાળ નેટવર્કને દરિયાઈ પરિવહન સાથે જોડવા આદર્શ પુરવાર થશે.

મર્સ્કના સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું કે મર્સ્કમાં અમારું ધ્યેય અમારા ગ્રાહકોને સપ્લાય ચેઇનને સરળ બનાવવાની અને તેની સાથે જોડાણ સાધવાની છે. તેની સાથે સંકલિત અને કાર્બન ઉત્સર્જન મુક્ત લોજિસ્ટિક્સ માટે કામ કરવાની છે. ગયા વર્ષે અમે સમગ્ર દેશના વિવિધ પટ્ટાઓમાંથી વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રો માટે સંયુક્તપણે પ્રતિબદ્ધ રેલવે સેવાઓ શરૂ કરી છે. તેના પછી હવે સિરામિક નિકાસકાર કંપનીઓ માટે સ્પેશ્યલ સર્વિસ શરૂ કરી છે. અમે વિવિધ ઉદ્યોગોને આ પ્રકારની સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. અમે શિપર્સને રેલવે સર્વિસ સાથે જોડીને વધુને વધુ મૂલ્યસર્જન કરવા માંગીએ છીએ.

Your email address will not be published.