એલઆઇસીના આઇપીઓ અંગે નવ જાણવા જેવી બાબતો

| Updated: April 27, 2022 2:04 pm

નવી દિલ્હીઃ ભારતીય જીવન વીમા નિગમ (લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)નો આઇપીઓ ચોથી મેના રોજ ખૂલશે અને નવમી મેના રોજ બંધ થશે. તેની પ્રાઇસ રેન્જ 902થી 949 રૂપિયા રાખવામાં આવી છે.

એલઆઇસીના પ્રારંભિક જાહેર ભરણા અંગે કેટલીક જાણવા જેવી બાબતો અહીં છે.

– એલઆઇસીનો આઇપીઓ ભારતીય મૂડીબજારના ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ છે. તે મૂડીબજારમાંથી 21,000 કરોડની રકમ એકત્રિત કરશે.

– સરકાર 22 કરોડ શેરના સ્વરૂપમાં પોતાની માલિકીની કંપનીમાંથી 3.5 ટકા હિસ્સાનું વેચાણ કરશે

– એલઆઇસીનું આ આઇપીઓએ મૂલ્ય છ લાખ કરોડ થાય છે. જ્યારે 30 સપ્ટેમ્બર 2021ના રોજ તેનું મૂલ્ય 5.4 લાખ કરોડ હતું, એમ ઇન્ટરનેશનલ એક્ચ્યુરિલ ફર્મ મિલમેન એડવાઇઝર્સે જણાવ્યું હતું.

– સરકારે ગયા સપ્તાહે સેબી સમક્ષ ડ્રાફ્ટ કરેલા ફાઇલ પેપરમાં સેબી સમક્ષ તે રાહત માંગી હતી કે એક લાખ કરોડથી વધુ મૂલ્યવાળી કંપનીના શેરનું વેચાણ થાય તો તેનો કમસેકમ પાંચ ટકા હિસ્સો વેચાવવો જોઈએ.

– એલઆઇસીએ ઇશ્યુ સાઇઝના પાંચ ટકા તેના પોલિસીધારકો માટે અને દસ ટકા કર્મચારીઓ માટે અનામત રાખ્યા છે. આ ઉપરાંત તે આઇપીઓ ડિસ્કાઉન્ટે ઓફર કરવાનું પણ આયોજન ધરાવે છે. એલઆઇસી તેના આઇપીઓના કદનો 35 ટકા હિસ્સો નાના રોકાણકારો માટે અનામત રાખશે.

– સરકારે અગાઉ સેબી સમક્ષ ફેબ્રુઆરીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યુ હતું. તે સમયે સરકાર પાંચ ટકા હિસ્સો 65,000 કરોડમાં વેચવાનું આયોજન ધરાવતી હતી. આ ભાવે તેનું મૂલ્ય 12 લાખ કરોડ થતું હતું.

– સરકાર દ્વારા વર્તમાન નાણાકીય વર્ષમાં નિર્ધારિત કરાયેલા વિનિવિક્ષ લક્ષ્યાંકોમાં એલઆઇસીનો આઇપીઓ ઘણો મહત્વનો છે. સરકારે 2022-23 માટે 65,000 કરોડનું વિનિવેશ લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ગયા નાણાકીય વર્ષમાં 13,151 કરોડની રકમ વિનિવેશ દ્વારા એકત્રિત કરાઈ હતી.

– એલઆઇસીમાં 13 લાખ એજન્ટ્સ અને 29 કરોડ પોલિસીધારકો છે. એલઆઇસી પાસે જાન્યુઆરી 2022માં નવા પ્રીમિયમ એકત્રીકરણનો હિસ્સો 61.6 છે.

ઇકોનોમિક રીવ્યુ 2021-22 મુજબ 2022માં જીવન વીમા કંપનીની રીચ 3.2 ટકા વધી હતી. 2019થી 2023 દરમિયાન તેનો વાર્ષિક વૃદ્ધિદર 5.3 ટકા રહેવાનો અંદાજ છે.

Your email address will not be published.