પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આજે અમદાવાદ સરદારધામમાં નવનિર્મિત ઈ લાઈબ્રેરીનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉદ્ધાટન સમારોહમાં પૂર્વ નાયાબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમેરિકા જવા માટે લોકો ઘણા પ્રયાસો કરી રહ્યા છે. જયારે ભારતના મોટા ભાગના યુવાનો કેનેડામાં વસવાટ કરે છે. પરતું ઘણા લોકો સીધા વિદેશ જવા માટે ગેરકાયદેસરક પ્રયાસો કરી રહ્યા છે. સરકાર એવી તક ઉભી કરે કે લોકોને વિદેશ જવાનો મોહ ઓછો થાય. ઘણાં લોકો વર્ષોથી ગેરકાયદે વિદેશમાં રહે છે. ગેરકાયદે હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહેવુ પડે છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, કલોલના ધિંગુચાના ચાર લોકો કેનેડાથી અમેરિકા જવા માટે પ્રયત્ન કર્યો હતો. પરતું તેઓના મોત થયા હતા. આ મામલે ગત રાતથી જ સતત સંપર્ક કરી રહ્યા છીએ. ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય પર પણ વિગતો મેળવી છે. અત્યારે જે માહિતી છે તે સંભવીત માહિતી છે. ચોકક્સ નામ રેકોર્ડ પર નથી આવ્યા. પરિવાર થોડા દિવસ આગાઉ કલોલ ગ્રીનસિટી ખાતે રહેવા આવ્યો હતો. હાલ પરિવાર ના 4 લોકો ગુમ થયા હોવાની વાત સામે આવી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.
મગરના આસું સારતાા નેતાજી
ગુજરાતમાં ૨૫ વર્ષથી તો તમારી જ સરકાર છે…શું કર્ચુ?