ગુજરાતમાં 22 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસઃ રસીકરણ બંધ રહ્યું

| Updated: July 14, 2021 8:55 pm

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41 કેસ નોંધાયા છે અને આ દરમિયાન 71 દર્દી આ બીમારીમાંથી સાજા થયા છે. બુધવારે અમદાવાદમાં નવ કેસ નોંધાયા હતા.
રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીનો મૃત્યુઆંક 10074 છે જ્યારે રિકવરી રેટ 98.69 ટકા નોંધાયો છે.
ગુજરાતમાં 22 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નથી જ્યારે બાકીના જિલ્લાઓમાં એકથી નવ સુધી કેસ નોંધાયા છે.
અત્યારની સ્થિતિ મુજબ ગુજરાતમાં સક્રિય કેસની સંખ્યા હવે માત્ર 689 છે જેમાંથી 8 દર્દી વેન્ટીલેટર પર છે. બુધવારે રસીકરણની કામગીરી અટકી ગઈ હતી.

Your email address will not be published.