ના, ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ જીપીસીબીના સેક્રેટરી શાહ સાથે 30 કરોડનો સોદો કર્યો નથી

| Updated: May 28, 2022 7:46 pm

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહની ગુજરાત સરકાર દ્વારા ગુરુવારે રાતોરાત અમદાવાદથી પોરબંદર બદલી કરવામાં આવી હતી.


ઉદ્યોગપતિઓ, એમએસએમઇ ફેક્ટરીનાં માલિકો અને વેપારી સંગઠનો દ્વારા તેમને હટાવવાની માગણીનાં પગલે આ બદલી કરવામાં આવી છે. એ.વી.શાહ સામે ઘણા લાંબા સમયથી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી. એ.વી. શાહે દરોડા પાડનારી એસીબીની ટીમને ઓફર કરી હોવાના અહેવાલો અખબારો અને ટીવીમાં આવ્યા હતા.
ટીમ વાઇબ્સ ઓફ ઇન્ડિયા (V0!)એ આ મામલામાં ઉંડા ઉતરીને તલસ્પર્શી તપાસ કરી હતી.અમને જાણવા મળેલી હકીકતનાં તારણો નીચે મુજબ છે.

  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ એ.વી.શાહ પર એન્ટી કરપ્શન બ્યુરો ઓફ ગુજરાત દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને મીડિયા અહેવાલો મુજબ તેમણે તેમનાં બેનંબરી નાણાની “પતાવટ” કરવા માટે ૩૦ કરોડ રૂપિયાની “ઓફર” કરી હતી; વાઇબ્સ ઓફ ઇન્ડિયાની તપાસમાં સાબિત થાય છે કે આ સાવ ખોટી વાત છે.
  • ગુજરાત સરકારે પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહની બદલી પોરબંદરમાં અણધારી રીતે કરી હતી.
  • ઔદ્યોગિક લોબી, પંચાયતો અને નગરપાલિકાઓના ઓછામાં ઓછા આઠ લોકોએ ગુજરાત સરકારને ફરિયાદ કરી હતી કે તેઓ તેમના પ્રોજેક્ટ્સની મંજૂરી માટે પારદર્શક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) ઇચ્છે છે. આથી સરકારે સિનિયર એન્વાયરમેન્ટલ એન્જિનિયર દેવાંગ ઠાકરની નિમણૂક કરી એ.વી.શાહની બદલી કરી હતી.
  • જાન્યુઆરી 2020થી 2022 દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનેક ઘટનાઓને લઇને સુપ્રીમ કોર્ટનાં રડાર હેઠળ હતું. સાબરમતી નદીની વસ્તી, 12 લોકોનો ભોગ લેનાર ટેક્સટાઇલ યુનિટનો વિસ્ફોટ, જંતુનાશક દવાથી દાહોદમાં પાંચ લોકોનાં મોત જેવા બનાવો સહિત વિવિધ મુદ્દાઓ માટે ગુજરાત સરકાર અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)માં ચર્ચા કરવામાં આવી હતી.
  • એસીબીનાં એક પીએસઆઈ અને કોન્સ્ટેબલે એ.વી.શાહના ઘરે દરોડો પાડતા 15 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હોવાના અહેવાલો વહેતા થયા હતા.આખા મામલામાં ટ્વિસ્ટ હવે શરૂ થાય છે. એસીબીને 15 કરોડ રૂપિયા મળી આવ્યાના અહેવાલો બાદ એવા અહેવાલો હતા કે એ. વી. શાહે પોતાનું કાળું નાણું (15 કરોડ રૂપિયાનું) છુપાવવા માટે એસીબીનાં પીએસઆઇ અને પીઆઇને 30 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી.
  • પહેલી વાત એ કે એ. વી. શાહ ક્લાસ વન અધિકારી હોવાથી સરકારની સંમતિ લીધા વગર એસીબી તેમના પર દરોડા પાડી શકે નહીં. એસીબીએ એક રિપોર્ટ ગુજરાત સરકારને સુપરત કરી એ.વી.શાહને ત્યાં દરોડા પાડવાની પરવાનગી માગી હતી. પરંતુ સરકારે આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને તેના બદલે એ.વી.શાહની તાત્કાલિક પોરબંદર બદલી કરી હતી.
  • એસીબીનું કહેવું છે કે શાહ પાસેથી 30 કરોડ રૂપિયાની માંગણી કરાયાની વાત ખોટી છે. એસીબીના એક ટોચના સૂત્રએ જણાવ્યું હતું કે, એસીબીની ઇમેજને ખરાબ કરવા અને બદનામ કરવા આવી વાત વહેતી કરાઇ છે. જે અખબારો અને ટીવી ચેનલે આવો દાવો કર્યો હતો તેઓએ માફી માંગવી જોઈએ.
  • રસપ્રદ વાત એ છે કે એસીબીમાં પીએસઆઇ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કોઇ પોસ્ટ નથી. તેથી એસીબીએ શાહનાં ત્યાં દરોડા પાડી 30 કરોડ રૂપિયાની માંગણી કરી હોવાના સમાચાર ખોટાં છે.

Your email address will not be published.