ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે કોઈ જગ્યા નથી: કોંગ્રેસનો દાવો

| Updated: July 16, 2021 3:20 pm

ગુજરાતમાં કોંગ્રેસ બિનઅસરકારક છે અને આમ આદમી પાર્ટી ધીમે ધીમે જોર કરી રહી છે, ત્યારે કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતમાં ત્રીજા પક્ષ માટે કોઈ અવકાશ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનિષ તિવારીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સંભાવનાઓને પૂરી રીતે નકારી કાઢી છે.

શુક્રવારે રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તિવારીએ રાજ્ય અને કેન્દ્રની સરકારને આકરા શબ્દોમાં ઝાટકી હતી. તેમણે દાવો કર્યો કે, “ગુજરાતમાં કોઈ ત્રીજી પાર્ટી માટે જગ્યા નથી. 2017માં પણ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફુગ્ગો સાબિત થઈ હતી”.

કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ મુદ્દે નિશાન બનાવતા તિવારીએ કહ્યું કે પ્રેટ્રોલ, ડીઝલ, LPGના વધી રહેલા ભાવો વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકાર સાડા સાત વર્ષમાં દેશ ચલાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ નિવડી છે. નોટંબધી જેવા નિર્ણયોના કારણે દેશની અર્થ વ્યવસ્થાને ભારી નુકસાન થયું છે. 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે આવ્યા છે. તેમણે કહ્યું કે સાડા સાત વર્ષમાં પેટ્રોલના ભાવ 247 ટકા અને ડીઝલના ભાવમાં 794 ટકાનો વધારો થયો છે.

તેમણે ગુજરાતમાં કોંગ્રેસના અધ્યક્ષ, પ્રભારી અને અન્ય હોદ્દેદારોની નિમણૂક ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.

Your email address will not be published.