વોટ્સએપ ચેટ અને ફોટોના આધારે પિતા-પુત્રના સંબંધોમાં બધુ બરોબર છે તેમ ન મનાયઃ હાઇકોર્ટ

| Updated: July 7, 2022 12:33 pm

વોટ્સએપ ચેટ અને ફોટોના આધારે પિતા-પુત્રના સંબંધો સારા છે તેવું માની ન લેવાય, આમ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે. આના આધારે પિતાની સંપત્તિમાં દાવો કરતા મોટા પુત્રની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

કોર્ટે પિતાના મૃત્યુ પછી તેમની સંપત્તિની ચાર સંતાનો વચ્ચે વહેંચણી કરતા વિલને કોર્ટમાં પડકારવામાં આવ્યું તે કેસની સુનાવણીમાં આ વાત જણાવી હતી. સૌથી મોટા પુત્રનો દાવો હતો કે તેને ફ્કત એક પ્રોપર્ટી મળી હતી, જે બીજા ત્રણ ભાઈ કરતા ઓછી હતી. આનો સીધો અર્થ એમ થાય કે પિતાએ મોટા પુત્ર સાથે કથળેલા સંબંધોના લીધે તેને મિલકતમાં સમાન હિસ્સો આપ્યો નથી. મૃતક પિતા એરફોર્સના કર્મચારી હતા. તેમના પુત્ર સાથે કથળેલા સંબંધો તેમણે લખેલા બે પાનાના વિલમાં પ્રતિબિંબિત થાય છે. આ વિલ 2017માં રજિસ્ટર કરાવવામાં આવ્યું હતું.

ન્યાયાધીશ એ પી ઠાકરે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે ફરિયાદીએ આ કેસમાં વોટ્સએપ સંદેશા અને અને કૌટુંબિક ફોટોગ્રાફ પર વધારે પડતો મદાર બાંધ્યો છે. આ પ્રકારની ચેટ મૃતક 2017માં હોસ્પિટલમાં હતા ત્યારે ફરિયાદી સાથે થઈ હતી. જ્યારે સામાન્ય સમજ એવી હોય છે કે કોઈપણ વ્યક્તિ આ સમયે વોટ્સએપ ચેટ રેકોર્ડ ન કરે અને પિતાપુત્રનો આ સંવાદ પુરાવા તરીકે ન રાખે.

મોટા પુત્રએ આ વિલને કોર્ટમાં પડકાર્યુ છે અને તેણે તેની પ્રમાણભૂતતા સામે સવાલ ઉઠાવ્યો છે. તેમા વચગાળાનો આદેશ તેની તરફેણમાં આવ્યો હતો. તેનું માનવું હતું કે તેના ભાઇઓને મિલકતમાં જેટલી રકમ મળી છે તેટલો અધિકાર ન મળવો જોઈએ. તેઓએ હાઇકોર્ટમાં નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. આ અરજીના જવાબમાં અરજદારે કોર્ટમાં ફોટોગ્રાફ અને પુરાવાઓ રજૂ કર્યા હતા.

પણ કોર્ટ તેના વોટ્સએપના પુરાવા પર ભડકી હતી અને જણાવ્યું હતું કે તે સામાન્ય વાતચીતને દસ્તાવેજી પુરાવામાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ચાલી ન શકે. સામાન્ય રીતે પિતાપુત્ર, બે ભાઈ કે સગાસંબંધીઓ વચ્ચેની વાતચીત કે ચેટ મેસેજને આ રીતે રેકોર્ડ કરાતા નથી કે સેવ કરાતા નથી. પણ આ રીતે રેકોર્ડ કરેલી વાતચીત જ તમારો ઇરાદો બતાવે છે. આ રેકોર્ડિંગ જ તે વાતનો પુરાવો છે કે તમારો તમારા પિતા સાથે વિવાદ હતો, જેનું તમારા પિતાએ વિલમાં વર્ણન કર્યુ છે. ફરિયાદીએ તેના પિતા કૌટુંબિક જીવનની ઉજવણી કરતા ફોટોગ્રાફ મૂકયા છે, પણ ફોટોગ્રાફથી તેવું સાબિત ન કરી શકાય કે તેના પિતા તેનાથી ખુશ છે.

Your email address will not be published.