જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાશે

| Updated: August 2, 2022 1:15 pm

વિધાનસભાની ચૂંટણી ગુજરાતની નજીક આવી રહી છે જેને લઇને દરેક પક્ષો અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે,તો આજે જાણીતા ગાયક કલાકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાશે તેવી માહિતી મળી રહી છે.હસ્તીઓ ભાજપનો ખેસ ધારણ કરી રહી છે.મળતી માહિતી અનૂસાર આજે સાંજે ચાર વાગે મનહર ઉધાસ ભાજપમાં જોડાશે અને ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓ ખેસ પહેરશે

મનહર ઉધાસએ ગીત-ગઝલોથી સંગીતની દુનિયામાં આગવી ઓળખ ધરાવે છે.પરંતુ હવે સી.આર.પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે

આ પહેલા રાગી જાની, બિમલ ત્રિવેદી, આંચલ શાહ, સંજયસિંહ ચૌહાણ, પ્રાપ્તિ અજ્વાળીયાએ કેસરીયો ધારણ કર્યો હતો..

Aam Aadmi Party: આજે ગુજરાતની ચૂંટણીના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણે મળતી માહિતી અનૂસાર AAP આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી એક્ટિવ થઇ રહી છે.જેના કારણે અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે વિધાનસભાની ચુંટણી પહેલા લોકોને રિઝવા માટે તેઓ દર અઠવાડિયે ગુજરાત આવી રહ્યા છે.

Your email address will not be published.