હવે ગરબા રંગ થયો મોંધો, સરકારે લગાવ્યો 18 ટકા GST

| Updated: August 2, 2022 5:25 pm

નવરાત્રી હવે થોડા જ મહિનામાં આવી રહી છે.નવરાત્રી આવતા પહેલા જ રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખવામાં આવ્યો છે.જે ડેઈલી પાસ 499 રૂપિયાથીનો વધારો થશે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ગરબા લોકો મન મુકીને ઝુમી શક્યા નથી પરંતું આ વખતે લોકો રમવા માટે તલપાપડ થઇ રહ્યા છે પરંતુ સરકારે નવરાત્રી પહેલા નવરાત્રીના રસીકો પર મોંધવારીનો મારે મારી દીધો છે.ગરબાના પાસ પર GST લાગુ કરવામાં આવ્યો છે જેને લઇને હવે ઉત્સાહનો રંગ ફિક્કો દેખાઈ રહ્યો છે

AAPનો જીએસટી પર વિરોધ દર્શાવ્યો છે.ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જીએસટી પર વિરોધ કર્યો છે.આ સાથે કોંગ્રેસ દ્રારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.ગરબાના પાસ પર GST પર વડોદરામાં કોંગ્રેસે દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે,જેમાં કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 18 ટકા GST પાછો લેવા માંગ કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ દ્રારા વિરોધ કંઇક નવા અંદાજમાં કરવામાં આવ્યો છે.કોંગ્રેસના કાર્યકરોએ ચૂંદડી ઓઢી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

નવરાત્રી હવે થોડા જ મહિનામાં આવી રહી છે.નવરાત્રી આવતા પહેલા જ રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખવામાં આવ્યો છે.જે ડેઈલી પાસ 499 રૂપિયાથીનો વધારો થશે.

Your email address will not be published.