હવે તો જાગો ગુજરાતની જનતા: જનતા બેદરકાર બનશે તો સરકાર વીકેન્ડ કર્ફ્યૂથી લઇ અનેક નવા નિયંત્રણો લાદી શક્વાની સંભાવના

| Updated: January 8, 2022 2:52 pm

ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જેને લઇને સરકાર સતત ચિંતામાં હોય તેવું જોવા મળી રહ્યું છે.વધી રહેલા કેસોને જોઇને એવું લાગે છે કે 15 તારીખ પહેલા જ નવા નિયંત્રણો આવી શકે છે.અને આ નિયંત્રણોને લોકો હજુ પણ કોરોનાને સમજી રહ્યા નથી તેને લઇને લાગે છે કે હવે સરકાર કડક વલણ લોકો સાથે કરશે.કેમકે જનતા સમજી રહી નથી.અને જેને લઇને સરકાર વધી રહેલા સામે કડક પગલા ભરી શકે છે.

સરકાર દ્વારા અનેક નિયંત્રણો લાવવામાં આવ્યા હતા.પરંતુ લોકો સમજી રહ્યા નથી.જેના કારણે હવે આ સરકારને કડકાઇથી વલણ કરવાની ફરજ પડી છે.વીકેન્ડ કર્ફ્યૂ, બજારો, ચાની કીટલી, પાનના ગલ્લા, મોલ, કોમ્પ્લેક્સ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરાવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.અને બસોમાં પણ 50%ની છુટ આપવામાં આવી છે પરંતુ લોકો સમજતા નથી અને આ નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે.

જો જનતા નહી સમજે તો સરકાર વધુ કાયદાઓ અને વધુ નિંયત્રણ લાવી શકે છે.તો હવે ગુજરાતની જનતાને સમજવું જોઇએ અને કોરોની ગાઇડલાઇનું પાલન કરવું જોઇએ. બાકી થોડા જ દિવસમાં સરકાર નવા કાયદાઓ અને પ્રંતિબંધ લાવી શકે છે.તો લોકો પોતાની જાતે સમજે અને કોરોનાની ગાઇડલાઇનું પાલન કરે.બાકી વધુ સરકાર કડક વલણ કરશે.

Your email address will not be published.