હવે તમારું વાહન વેચી નાંખશો તો પણ તમારો પસંદગીનો નંબર રાખી શકશો – પુર્ણેશ મોદી

| Updated: January 10, 2022 6:14 pm

ગાંધીનગર ખાતે આજે માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કેટલીક મહત્વની પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત ધાર્મિક, સામાજીક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્કસ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોને તેઓના નંબર સાથે જોડાયેલ લાગણીને કારણે જુના વાહનોના નંબર રીટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે. મંત્રીએ વાહન વ્યવ્હાર દ્વારા અરજદારોની રજુઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પ્રશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રૉટન્શનની પોલીસીન અમલમાં મુકવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

આ પોલીસીમાં વાહન માલીક બે કિસ્સામાં તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે. જેમાં વાહન માલિક જ્યારે વાહનની તબદોલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રોટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રીટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવી નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલ વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. ઉપરાંત વાહન સ્કેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જુના વાહનનો નંબર રીટેન કરી શકાશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. વાહન માલિક પોતનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા વાહનો ઉપર જ રીટેન કરી શકશે.

જુના વાહન ઉપર વાહન નંબર રીટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બન્ને વાહનો માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનની નંબર રીટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાડીના પ્રકાર સમાન હોવા જરૂરી છે. અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રીટેન કરી શકાશે નહી. રીટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રીટેન કરેલ નંબર ફાળવવાની પ્રક્રિયા 15 દિવસમાં પુરી કરવાની રહેશે.

ત્યારબાદ રીટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહીં. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રીટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રક્રિયા વાહન નંબર રીટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે. વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ.8,000/-, સિલ્વર નંબર માટે રૂ 3,500/- અને અન્ય નંબર માટે 2,000/- અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ.40,000/-, સિલ્વર નંબર માટે રૂ15,000/- અને અન્ય નંબર માટે રૂ.8,000/- મિનીમમ ફી ચુકવવાની રહેશે.

Your email address will not be published.