દેશના સૌથી મોટા ડેરિવેટિવ્સ કૌભાંડમાં CBIના ગાંધીનગર સહિત અનેક શહેરોમાં દરોડા

| Updated: May 21, 2022 2:11 pm

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ચિત્રા રામક્રૃષ્ણનને સંડોવતા એનએસઇ કો-લોકેશન કેસમાં દેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. હર્ષદ મહેતાના કૌભાંડને પણ પાછળ છોડી દેતા દેશના સૌથી મોટા ડેરિવેટિવ્સ કૌભાંડમાં મુંબઈ, ગાંધીનગર, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ અને કોલકાતા સહિતના બીજા શહેરોનો શેરદલાલોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.

સીબીઆઇએ નેશનલ સ્ટોક એક્સ્જેન્જ (એનએસઇ)ના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી ચિત્રા રામક્રિષ્ના તથા ગ્રુપના એમડી આનંદ સુબ્રમણ્યમને ત્યાં દરોડા પાડ્યા છે. આ તપાસનો કાર્યકાળ 2010થી 2015નો છે, જ્યાં રામક્રિષ્ન એનએસઇ, ઓપીજી સિક્યોરિટીઝને સંભાળતા હતા. ઓપીજી સિક્યોરિટીઝ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં સેકન્ડરી પીઓપી સર્વરને જોડતી હતી. એનએસઇના અધિકારીઓ દ્વારા કેટલાક શેરદલાલોને પ્રેફરન્સિયલ એક્સેસ આપવામાં આવતું હોવાની અને તેના આધારે તેમણે જંગી નફો મેળવ્યાની ફરિયાદના આધારે સીબીઆઇએ આ કાર્યવાહી શરૂ કરી હતી. આ બધુ રામક્રિષ્ના અને આનંદ સુબ્રમણ્યમના કાર્યકાળ દરમિયાન બન્યું હતું.

રામક્રિષ્નાએ 2013ના રોજ ભૂતપૂર્વ સીઇઓ રવિ નારાયણ પાસેથી કાર્યકાળ સંભાળ્યો હતો. જ્યારે સુબ્રમણ્યમની તેમના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમના પછી તેમને પદોન્નતિ કરાઈને તેમનો વાર્ષિક પગાર 4.21 કરોડ કરાયો હતો. સુબ્રમણ્યમની નિમણૂક અને તેમની બઢતી પણ વિવાદાસ્પદ રહી હતી. મહત્વના નિર્ણયો પાછળ રામક્રિષ્નાએ હિમાલયના રહસ્યમયી યોગી હોવાની વાત કહી હતી. જો કે પછી આ રહસ્યમયી યોગી પછી આનંદ સુબ્રમણ્યમ જ નીકળ્યા હતા.

સીબીઆઇએ આ કૌભાંડમાં 2018માં દિલ્હી સ્થિત ઓપીજી સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને પ્રમોટર તથા શેરદલાલ સંજય ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમના પર સ્ટોક માર્કેટ ટ્રેડિંગ સિસ્ટમનું વહેલા એક્સેસ પૂરુ પાડી નફો કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એજન્સી આ ઉપરાંત સેબી, એનએસઇ, મુંબઈ અને અન્ય અજાણ્યા લોકોની પણ તલાશ કરી રહી છે.

અહીં આરોપ મૂકવામાં આવ્યો છે કે ખાનગી કંપનીના માલિક અને પ્રમોટરે સર્વરના આર્કિટેક્ચરમાં જ ફેરફાર કર્યો હતો, એનએસઇના અધિકારીઓની તેમા શંકાસ્પદ ભૂમિકા હતી. સીબીઆઇએ પણ તેની એફઆઇઆઇરમાં એનએસઇના આ અધિકારીઓએ 2010થી 2012ના સમયગાળા માટે કો-લોકેશન ફેસિલિટી પૂરી પાડી હતી, તેના લીધે તેઓ શેરબજારના સર્વર પર બીજા કરતાં વહેલા લોગ-ઇન કરી શકતા હતા. આમ તેમને બીજા કોઈપણ શેરદલાલ કરતાં પહેલા ડેટા મળી જતો હતો.

Your email address will not be published.