એન.એસ.ઓએ વિશ્વભરના લોકોના રિયલ ટાઇમ લોકેશન ડેટાનો કર્યો છે ઉપયોગ

| Updated: July 20, 2021 1:48 pm

સંશોધકો નું માનવું છે કે એન.એસ.ઓ ગ્રુપ એ કોન્ટેક્ટ ટ્રેકિંગ ટેકનોલોજી ને ક્લાયન્ટ સમક્ષ વહેંચવા વિશ્વભરના લોકો ના રિયલ ટાઇમ લોકેશન ડેટા નો ઉપયોગ કર્યો છે.

તેઓ એવું પણ કહે છે કે આ રિયલ ટાઇમ ડેટા વપરાશ એ લાખો લોકો ની ગોપનીયતા નો ઉલ્લંઘન કર્યું છે.

 સંશોધકોનું માનીએ તો સ્પાયવેર બનાવનાર કંપની, એન.એસ.ઓ ગ્રુપ એ વિવિધ સરકારો અને પત્રકારો ને કોવિડ ને અટકાવવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ના ડેમોન્સ્ટ્રેશન આપવાના ભાગરૂપે, અસંખ્ય લોકોના ડેટા અને રિયલ ટાઇમ લોકેશન ડેટા નો ઉપયોગ કર્યો છે.

દુનિયાની સરકારો ને પેગાસસ સ્પાયવેરનું એક્સેસ આપવા માટે જાણીતી બનેલી ખાનગી કંપની એન.એસ.ઓ એ આ પહેલા પણ કાનુન ભંગ કરીને કોવિડ કોન્ટેક્ટ ટ્રેસિંગના નામે ફ્લેમિંગ નામ નું સોફ્ટવેર આપીને લોકોના મોબાઈલ ફોન માંથી લોકેશન નો ડેટા સરકાર અથવા તો અધિકારીઓને આપી, સ્વાસ્થ્ય માટે જરૂરી નિર્ણય લેવાના બહાને લોકો ના લોકેશન ની જાસૂસી ખુલ્લે આમ હાથ ધરી હતી. કંપનીએ એવો દાવો કર્યો હતો કે લોકો ના ડેટા નું કોઈપણ રીતે માનવ અધિકાર ભંગ નહીં થાય. 

પણ આ વર્ષે મે મહિનામાં ટેક ક્રંચ ને એક સંશોધકે જણાવ્યું હતું કે તેમને આવો એક ડેટા ખુલ્લો મળ્યો છે જેમાં લાખો લોકોના દુનિયા ભર માંથી આવેલા રિયલ ટાઇમ લોકેશન ડેટા છે – અને આ એ જ ડેટાબેઝ છે જે ડેમોન્સ્ટ્રેશન માટે એન.એસ.ઓ એ ઉપયોગમાં લીધો હતો. 
આ વાતની જાણ ટેક ક્રંચ એ તુરંત જ એન.એસ.ઓ ને કરી જેના પછી એન.એસ.ઓ દ્વારા એ ડેટા ને કવર કરી દેવામાં આવ્યું અને પોતાનું જૂઠાણું છુપાવવા એવું પણ કહ્યું કે આ ડેટા રિયલ ટાઇમ કે જેન્યુઇન ડેટા નથી.

તેને સોના આ બયાન સામે ઇઝરાયેલના મીડિયા ના રિપોર્ટ કંઈક અલગ જ કહેતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે એને તો એ એડવર્ટાઇઝ માટે વપરાતા માધ્યમ જેને ડેટા બ્રોકર કહેવાય છે તેનો ઉપયોગ કરી ફોનમાં લોકેશન ડેટા મેળવી પોતાની સિસ્ટમને તૈયાર કરી..તેહિલા  શવૅટઝ અલ્ટશલર, જે એક શિક્ષણવિદ ની સાથે ટેક સુરક્ષા ના વિશેષજ્ઞ છે તેમને પણ ફ્લેમિંગ સોફ્ટવેર નો ડેમો આપવામાં આવ્યો હતો અને એન.એસ.ઓ કહ્યું હતું કે આ ડેટા તેમને ડેટા બ્રોકર જે વિવિધ કંપનીઓ નેટ આવે છે તેના પાસેથી અસંખ્ય ફોન માંથી મેળવીને આપ્યો હતો.

યુનિવર્સિટી ઓફ લન્ડન સ્થિત ગોલ્ડ સ્મિથસ ની શૈક્ષિક યુનિટ નો ભાગ છે ફોરેન્સિક આર્કિટેક્ચર જેના રિસર્ચ અને જ્યારે ટેક ક્રંચ એ આ વિશે તપાસ કરવા કહ્યું ત્યારે તેમને મળતી માહિતી આઘાતજનક છે. બુધવારે પોતાની વિગતો પ્રકાશિત કરતા આ સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે આ ખુલ્લો ડેટા બધા જ લોકોના phone ના રિયલ ટાઇમ લોકેશન ડેટા માંથી છે. 

તેમનો એવું પણ માનવું છે કે જો આ સમગ્ર ડેટા જેન્યુઇન અને સાચો હોય તો ઇઝરાયલની ખાનગી કંપની એન.એસ.ઓ એ તમામ 32 હજાર લોકો ની ગોપનીયતા ના માનવ અધિકારનો ભંગ કર્યો છે. રવાંડા, ઇઝરાઇલ બહારેન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત જેવા દેશો કથિત રીતે એન.એસ.ઓ ના સ્પાઇવેર ના ક્લાઈન્ટ રહી ચૂક્યા છે. 

સંશોધકોએ આ ખુલ્લા પડેલા ફોન લોકેશન ડેટા ના સેમ્પલ નું પણ વિશ્લેષણ કર્યું અને ખાસ કરીને તેમાં કે મળતા એક સરખા પેટર્ન ને સમજવાની કોશિશ કરી. તેમને ઘણી બધી હકીકતો જોઈ જેનાથી એ વાત સાબિત થઈ કે આ ડેટા ફોનમાંથી સતત મળી રહે લોકેશન નું રિયલ-ટાઇમ ડેટા છે. દાખલા તરીકે જ્યારે પણ ફોન અને સેટેલાઈટ ની વચ્ચે મોટી બિલ્ડીંગ આવે ત્યારે તારા જેવી પેટર્ન મળતી હોય છે અને જે આ સંશોધકોને ખરેખર આ સેમ્પલમાં મળી. 
આ બધી જ વાતથી એક વાત તો સાબિત થઈ કે તેમના દ્વારા સેમ્પલ નું વિશ્લેષણ થઈ રહ્યું હતું એ સેમ્પલ ડેટા કોઈ જાતનું ડમી ડેટા નહીં પરંતુ સાચો ડેટા હતો. અને આ ડેટા ટેલિકમ્યુનિકેશન કંપની અથવા તો કોઈ ત્રીજી પાર્ટી દ્વારા મેળવવામાં આવ્યો હોય તેઓ સંશોધકોએ જણાવ્યું.

 પોતાની ખોજ વિશે વાત કરતા અને વધારે સમજણ આપવા આ બધા જ સંશોધકોએ એ સેમ્પલ ડેટા માંથી મળતા લોકેશન ડેટા પરથી મેપ ગ્રાફ અને વિઝયુલાઈઝેશન બનાવ્યા જેથી ફ્લેમિંગ સોફ્ટવેર માં નાખવામાં આવેલા ડેટા સ્પષ્ટપણે દેખાય પણ સાથે એ લોકોની ઓળખ ની ગોપનીયતા નું પણ ધ્યાન રાખવામાં આવ્યું. 

સાઇબર ઇન્ટેલિજન્સ એજન્સી એકસીજન્ટ મીડિયા ના સ્થાપક અને મોબાઈલ નેટવર્ક સિક્યોરિટી એક્સપોર્ટ ગેરી મિલર એ જ્યારે આ તમામ મેપ અને ગ્રાફ ની સમીક્ષા કરી ત્યારે તેમણે પણ એ જ વાત કરી કે આ સમગ્ર ડેટા ફોન માંથી મળતો રિયલ ટાઇમ લોકેશન ડેટા છે. 
મિલરે વધુમાં કહ્યું કે જે જગ્યાએ વસ્તી વધારે હતી એ જગ્યા પર ડેટા પોઇન્ટ અચાનક વધી ગયા. શહેરી વિસ્તાર અને શહેરથી દૂર એવા વિસ્તાર નો જો નિરીક્ષણ કરવામાં આવે તો ખ્યાલ આવે ડેટા પોઇન્ટ ની સંખ્યા વસ્તી પ્રમાણે વધઘટ થતી હોય છે છતાં પણ એક સરખી રહે છે.. તેનો મતલબ એમ પણ થયો કે આ ડેટા સાથે મુસાફરી કરી રહેલા લોકોમાંથી આવી રહ્યું છે જે એક સાથે વિવિધ ફોનમાં થી રિયલ ટાઇમ લોકેશન ડેટા સ્વરૂપે મળી રહ્યું છે.

મિલરે એવો પણ ઘટસ્ફોટ કર્યો કે આ ફોન ના માલિક નું નામ ભલે ગોપનીય રાખવામાં આવ્યું હોય પણ લોકેશન ડેટા તેમની બધી જ માહિતી ખુલ્લી કરે છે જેવી કે તેઓ ક્યાં રહે છે ક્યાં કામ કરે છે અને કોને મુલાકાત લે છે. આ ડેટા નું વિશ્લેષણ કરતા દરેક વ્યક્તિ ની જીવન કુંડલી તમારી સમક્ષ હાજર હોય છે. 

સીટીઝન લેબોરેટરી સાથે સંકળાયેલા જોન રેલટન, જો એક વરિષ્ઠ સંશોધક છે તેમનું કહેવું છે કે ફોન માં રહેલા એપ દ્વારા જીપીએસ ડેટા અને નજીકના વાઇફાઇ નેટવર્ક થી ફોન લોકેશન એપ વધુ ને વધુ ડેટા સંગ્રહ કરી શકે છે. જો તમે ડેટા બ્રોકર પાસેથી એડવર્ટાઈઝિંગ ડેટા ખરીદો હોય તો તે આ ડેટા જેવો જ લાગશે.

તેમનો એવું પણ માનવું છે કે જો પેગાસસ અથવા ફ્લેમિંગ જેવા સોફ્ટવેરમાં રિયલ ટાઇમ ના બદલે સિમુલેટેડઅથવા ખોટા ડેટા નાખવામાં આવ્યો હોય તો આ સોફ્ટવેરની કાર્યક્ષમતા નહીંવત હોય.. અને એટલે જ જોન એવું માને છે કે ફોરેન્સિક આર્કિટેક્ચર દ્વારા આપવામાં આવેલા સ્ટેટમેન્ટ ખોટા નથી અને ફ્લેમિંગ સોફ્ટવેર રિયલ ટાઇમ ડેટા અને એ પણ જેન્યુઇન ડેટા સાથે જ કામ કરી રહ્યું હતું.

જોને એ વાત પણ ઉમેરી કે આ સમગ્ર બાબત ફરી એકવાર ઇઝરાયેલની ખાનગી કંપની સામે મોટા સવાલો ઉભા કરે છે. 

જોકે એન.એસ.ઓ એ આ સમગ્ર ઘટના અને સંશોધકો ની વાત ને ફગાવી દીધી છે. 
અમે આ સમગ્ર તપાસ પર નજર નથી રાખી અને એટલે જ અમારો પ્રશ્ન એ છે કે તેમને આ જવાબો કેવી રીતે મળ્યા. છતાં પણ ૬ઠ્ઠી મે 2020 ના અમારા મીડિયા સ્ટેટમેન્ટ પર અમે અકબંધ છીએ.. ડેમો માટે કોઈપણ સમયે covid ના દર્દીઓનું રીયલ ટાઈમ ડેટા અમે નથી વાપર્યો. આશ્ચર્યજનક બાબત એ છે કે કંપનીના આ ગુપ્ત પ્રવક્તા દ્વારા 2020 ના મે મહિનાની વાત તદ્દન ખોટી છે કારણકે કંપનીના પહેલાના સ્ટેટમેન્ટમાં આવી કોઈ જ વાત કહેવામાં આવી નથી. 

અમારા છેલ્લા સ્ટેટમેન્ટ મુજબ ડેમોન્સ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવામાં આવેલા ડેટા ફરજી છે અને કોઈપણ વ્યક્તિ ના જીવન સાથે સંબંધ નથી ધરાવતો. ફ્લેમિંગ ફક્ત અને ફક્ત એન્ડ યુઝર દ્વારા આપવામાં આવેલા ડેટા નું વિશ્લેષણ કરવામાં આવે છે અને સ્વાસ્થ્ય સંબંધી નિર્ણયો લેવા માટે વિશ્વભરના પદાધિકારીઓને મહામારી દરમિયાન મદદ કરે છે. એન.એસ.ઓ કોઈપણ પ્રકારે ડેટાનો સંગ્રહ કરતો નથી અને નથી તેની પાસે ડેટા સંગ્રહ કરવાના અધિકારો.  એન.એસ.ઓ દ્વારા કોન્ટેક્ટ ટ્રેકિંગ સિસ્ટમ પર મૂકવામાં આવેલ ભાર કંપની દ્વારા પોતાની છબી ને બચાવવા, એક મરણિયો પ્રયાસ સમાન છે. અમેરિકામાં ઇઝરાયેલ પર ચાલી રહેલા કોર્ટ કેસમાં હવે એ જોવાનું રહેશે કે શું ખરેખર પેગાસસ ની ખરીદી વિવિધ સરકારોએ કરી હતી.

હાલમાં એન.એસ.ઓ બીજી એક લડાઈ માં ફસાયું છે અને તે છે વ્હોટસએપ દ્વારા ગત વર્ષે વ્હોટસએપ ની ભૂલવાળી સિસ્ટમ નો ફાયદો ઉપાડવાના આક્ષેપો લગાવ્યા માં આવ્યા છે. વ્હોટસએપ નો ઉપયોગ કરી એન.એસ.ઓ 1400 ફોનમાં પેગાસસ સોફ્ટવેર દ્વારા હુમલો કરી પત્રકારો અને માનવ અધિકાર ની વકાલત કરતા કાર્યકરો પર જાસૂસી ચાલુ કરી.. તેનું એવું માનવું છે કે તે સરકાર વતી કામ કરે છે અને એટલે જ તેને કાયદાકીય રીતે રક્ષણ મળવું જોઈએ.. પણ આ અઠવાડિયે વિશ્વભરની મોટી ટેકનોલોજી કંપની માઈક્રોસોફ્ટ,ગૂગલ, સિસકો અને વી.એમ વેર એ સંયુક્ત રીતે વ્હોટસએપ ને મદદ કરવા એન.એસ.ઓ વિરુદ્ધ એમિકસ દાખલ કર્યું છે અને કોર્ટ ને એન.એસ.ઓ ને મળતી કાયદાકીય સુરક્ષા ને રદ કરવાની માંગ કરી છે. 

સીટીઝન લેબોરેટરી દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યું હતું કે પેગાસસ નામના ફાયર થી એન.એસ.ઓ અસંખ્ય દેશોના પત્રકારોને પણ પોતાના શિકાર બનાવ્યા છે અને આના પગલે ટૂંક જ સમયમાં એમિકસ દાખલ કરવામાં આવ્યું.

Your email address will not be published.