ન્યુયોર્કની બહુમાળી બ્રોન્ક્સ એપાર્ટમેન્ટમાં આગ: નવ બાળક સહિત 19 લોકોના મોત

| Updated: January 10, 2022 3:50 pm

ન્યૂયોર્કની બહુમાળી બ્રોન્ક્સ એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં રવિવારે એક ઘરના સ્પેસ હીટરમાં ખામી સર્જાતા સવારે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા જેને પગલે રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.

આગમાં નવ બાળકો સહિત 19 લોકોના મોત થયા હતા. ફસાયેલા રહેવાસીઓએ નીચેના માળના એપાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતાં જ હવાની આવનજાવન માટે તેમની બારીઓ તોડી નાખી હતી.

પીડિતો દરેક ફ્લોર પરથી મળી આવ્યા હતા, કેટલાક કાર્ડિયાક અને રેસ્પિરેટરી અરેસ્ટમાં હતા, જ્યારે કેટલાક ધુમાડાના જથ્થાને કારણે બચી શક્યા ન હતા. કેટલાક રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ શરૂઆતમાં ધુમાડાના અલાર્મને અવગણતા હતા કારણ કે 1970ના દાયકાની શરૂઆતમાં બનેલ 120-યુનિટ બિલ્ડિંગમાં ખોટા એલાર્મ ખૂબ સામાન્ય હતા.

ફાયર કમિશનરના જણાવ્યા મુજબ તેમાંના મોટા ભાગનાને ધુમાડાને કારણે શ્વાસમાં લેવામાં તકલીફ પડી હતી.. પાંચ ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે 13ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબમાં લાગેલી આગમાં 87 લોકોના મોત થયા બાદ શહેરમાં આગ લાગવાથી રવિવારે નોંધાયેલો મૃત્યુઆંક સૌથી વધુ હતો.

Your email address will not be published. Required fields are marked *