સુરતમા વૃદ્ધાને પરિવારના સભ્યોએ જ ઘરમાં ગોંધી રાખ્યા

| Updated: April 13, 2022 9:48 pm

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી 1ની ઘટના સામે આવી છે. કર્મયોગીમાં રહેતા એક પરિવારના 50 વર્ષની ઉંમરના વૃદ્ધાને પરિવારના સભ્યોએ ઘરમાં ગોંધી રાખ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વૃદ્ધા ખુબજ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. ન તો પરિવારના સભ્યો દ્વારા તેમને બરાબર જમવાનું આપવામાં આવે છે, ન તો તેમની દેખરેખ રાખવામાં આવે છે તેવી માહિતી સામે આવી હતી.

જાણવા મળ્યું છે કે, વૃદ્ધા હાલ તેના પતિ અને બે સંતાનો સાથે રહે છે પરંતુ સંતાનો કે પતિ કોઈ પણ પ્રકારની દરકાર લેવા તૈયાર નથી. વૃદ્ધાની કોઈ સાર સંભાળ લેવા તૈયાર ન હતા. વૃદ્ધાની હાલત પરથી એવું લાગી રહ્યું છે કે તે દોઢથી બે વર્ષથી નાહયા નથી.પરિવારના સભ્યોની વાત પરથી પણ એવું લાગી રહ્યું છે કે જાણે તે આ વૃદ્ધ મહિલા સાથે બદલો લઇ રહ્યા છે નાના દીકરાએ સ્પષ્ટ પણ એવું જણાવ્યું હતું કે, માતા તેમના કર્મોની સજા ભોગવી રહ્યા છે બનાવને પગલે સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ પોલીસને સાથે રાખી વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા.

સામાજિક કાર્યકર જલપા બેને જણાવ્યું કે, વૃદ્ધા માતા પરિવારના કોઈ પણ સભ્યો સર સંભાળ લઈ ન થયા હતા. જાણે ખંડેરમાં રહેતા હોય તે પ્રકાર તેનું ઓરડો હતું. આ અંગેની એમને ફરિયાદ મળતાની સાથે પોલીસને સાથે રાખીને સ્થળની તપાસ કરી હતી. ત્યારે વૃદ્ધા માતા એકલા રૂમ મળી થયા હતા. જોકે એ દ્ર્શ્યો જોતા અમે પણ ચોકી ઉઠ્યા હતા, કારણ કે જે રીતે વૃદ્ધા રહેતા હતા ત્યાં કોઈ દિવસ સાફ સફાઈ થઈ ન હતી હાલ તો વૃદ્ધાને મુક્ત કરાવીને સાપુતારા આશ્રમ ખાતે મોકલવામાં તજવીજ હાથ ધરી છે.

વૃદ્ધ માતાએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું, 25 સભ્યો રહે છે પણ હું એકલી રહું છું. કોઈ મારું ધ્યાન ન રાખ્યું નથી, હું એકલી જીવન ગજારી રહું છે. જોકે જે રીતે એક ઓરડીમાં વૃદ્ધા રહી રહ્યા હતા ત્યાં સાફ સફાઈ પણ ધણા સમયથી થઈ ન હતી. ત્યારે હાલ તો સમાજિક સંસ્થાને ફરિયાદ મળતાંની સાથે મુક્ત કરાવ્યા છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.