omicron: ગુજરાતમાં થશે ઓમિક્રોનના સેમ્પલની તપાસ, જાણો કયાં શહેરમાં શરૂ થશે લેબોરેટરી

| Updated: January 5, 2022 6:21 pm

ગુજરાતમાં હવે ઓમિક્રોન વેરિએન્ટની તપાસ માટે લેબ શરૂ કરવામાં આવી રહી છે.અને આ લેબ ઓમિક્રોન વેરિએન્ટની તપાસ માટેની બીજી છે.પહેલી લેબ ગાંધીનગરમાં આવેલી છે.અને હવે આ લેબ શરૂ કરાતા રાજયના લોકોને રાહત મળી છે.

હવે ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટની તપાસ માટે બીજી લેબોરેટરી શરૂ થવા જઈ રહી છે. પાટણમાં આ લેબ શરૂ થશે. આ પહેલા ગુજરાતમાં માત્ર ગાંધીનગરમાં જ ટેસ્ટિંગ લેબ આવેલી હતી.

ગાંધીનગરમાં RTPCR લેબ હતી. પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં એક નવી લેબોરેટરી તૈયાર થવાની છે.અને તેની સાથે જ ગુજરાતના લોકોને હવે રાહત મળી છે.અને આ પાટણમાં શરૂ થવા જઇ રહી છે.ઓમિક્રોન લેબોરેટરી ઓમિક્રોનના RTPCR ટેસ્ટિંગ માટેની તમામ મેડિકલ સાધનોથી સજ્જ કરાશે.

પાટણની HNGU યુનિવર્સિટીના માઇક્રો બાયોલોજી વિભાગમાં ઓમિક્રોન લેબોરેટરીની તૈયાર કરવામાં આવી રહી છે.અને સાથે જ આઠ જેટલો સ્ટાફ હાલ તેની તાલીમ લઇ રહ્યો છે.

ગુજરાતમાં હાલ આ રાહતના સમચાર ગણી શકાય.આ લેબ બનતાની સાથે લોકોને ઝડપી ટેસ્ટીગ રિપોટ મળી જશે.તેની સાથે જો કોરોના કેસની જો વાત કરવામાં આવે તો કાલ સુધીમાં કોરોના કેસ જોઇ એવું લાગી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઇ છે.અને સાથે જ કોરોના કેસના આંકડાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.જેને લઇને લોકો સાથે સરકાર પણ ચિંતામાં જોવા મળી રહી છે.હાલ તો પાટણમાં ગુજરાતની ઓમિક્રોન વેરિએન્ટની તપાસ માટે લેબ શરૂ થતા લોકોને રાહત મળી છે

Your email address will not be published.