રાજ્ય માટે ચિંતાજનક સમાચાર : કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો

| Updated: December 4, 2021 2:44 pm

સમગ્ર વિશ્વ જેનાથી ચિંતામાં છે એવો કોરાના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ હવે ગુજરાતમાં પ્રવેશી ચુક્યો છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ જામનગર જિલ્લામાં નોંધાયો છે.

જામનગર જિલ્લાના 72 વર્ષીય વૃદ્ધનો ઓમિક્રોનનો વેરિયન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 72 વર્ષીય વૃદ્ધ આફિકાના ઝીમ્બાવે દેશથી 28, નવેમ્બર ના રોજ પરત ફર્યા હતા. 1, ડિસેમ્બર ના રોજ વૃદ્ધનું સેમ્પલ પૂના લેબમાં ટેસ્ટ માટે મોકલાયું હતુ. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હાલ ઓમિક્રોન વેરિયન્ટથી ગ્રસ્ત આ વૃદ્ધ જામનગર જિલ્લાના મોરકંડા ગામે મુલાકાત લીધી હતી.  

ઓમિક્રોન વેરિયન્ટથી ગ્રસિત વૃદ્ધ સાથે કુલ 400 લોકોનો પણ કોરોનાનો ટેસ્ટ કરાયો હતો.  હાલ આ વૃદ્ધને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. એમિક્રોન વેરિયન્ટ ધરાવતા આ વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હાલ તપાસ ચાલે છે. આ વૃદ્ધના સંપર્કમાં આવેલા 10 વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઈન કરાયા છે. આ 10 વ્યક્તિઓના રિપોર્ટની હાલ રાહ જોવાઇ રહી છે. 

સરકારી સૂત્રોએ Vibes of India ને પુષ્ટિ આપી છે કે તેઓ અન્ય 87 લોકોને શોધી રહ્યા છે જેઓ ગુજરાતના જામનગર જિલ્લામાંથી આ સજ્જન સાથે સંપર્કમાં આવી શકે છે.જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ સિંઘ (જીજી હોસ્પિટલ)ના નોડલ ઓફિસર ડૉ.એસ.એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે સજ્જન મોરકંડામાં તેમના સસરાને મળવા આવ્યા હતા. તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી. હાલ તેમને જામનગરના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર છે.

આ દરમિયાન દુબઈથી અમદાવાદ આવતા અન્ય 30 મુસાફરોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે તેથી કોવિડ 19 નું વેરિઅન્ટ કે તેઓ હજુ સુધી નક્કી કરવામાં આવ્યા નથી.  

Your email address will not be published.