શહેરના જમાલપુર ખાતેથી પિસ્ટોલ, રિવોલ્વર અને 3 જીવતા કારતુસ સાથે એક આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આરોપી મધ્યપ્રદેશના એક શખ્સ પાસેથી હથિયાર મંગાવતો અને વેચાણ કરતો હતો.
જમાલપુર ખાતે એક શખ્સ હથિયાર સાથે હોવાની માહિતી આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. આરોપી હૈદરઅલી ઉર્ફે બોક્સર પોતાની પાસે દેશી બનાવટી પિસ્ટોલ, રિવોલ્વર અને જીવતા કારતુસ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે જણાવ્યુ હતુ કે, હૈદરઅલી હથિયાર મધ્યપ્રદેશથી દોઢેક વર્ષ પહેલા અમદાવાદ ખાતે લાવ્યો હતો. શાકભાજીની ખરીદી કરવા માટે જમાલપુર શાકમાર્કેટમાં આવ્યો હતો ત્યારે મધ્યપ્રદેશના યુવકની ઓળખાણ થતા તેની પાસેથી હથિયાર મંગાવ્યુ હતુ અને આ હથિયાર બીજા અજાણ્યા શખ્સને વેચાણ આપવાનુ જણાવ્યુ હતુ.
આરોપી અગાઉ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુન્હામાં પકડાઈ ચુક્યો છે સાથે જ અમદાવાદ અને આજુબાજુના જીલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વેજલપુર પોલીસે પણ આઝમ ઉર્ફે આદિલ યાકુબ ઘોઘારી(રહે જુહાપુરા) અને મોઇન ઉર્ફે કાણા ઇસ્માઇલ શેખ (રહે. જુહાપુરા) ને પકડી પાડ્યા છે. આરોપી પાસેથી દેશી પિસ્ટલ, 6 જીવતા કારતુસ સહિતની મત્તા મળી આવી હતી.